Ahmedabad News/ અમદાવાદમાં મહિલા પોલીસના ઘરે લાખોની ચોરી

તિજોરીમાં રાખેલા અંદાજે રૂ. 8.20 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી (Theft)કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા

Ahmedabad Gujarat
શહેરકોટડા વિસ્તારમાં રહેતી એક મહિલા પોલીસ (Lady Police)કોન્સ્ટેબલના ઘરે ચોર ટોળકીએ હાથસાફ કરી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી (Theft)કરી ફરાર થઈ ગયા હતા

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ચોરી (Theft)ની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરકોટડા વિસ્તારમાં રહેતી એક મહિલા પોલીસ (Lady Police)કોન્સ્ટેબલના ઘરે ચોર ટોળકીએ હાથસાફ કરી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી (Theft)કરી ફરાર થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ચોરોએ ઘરમાં પ્રવેશ કરીને બે તિજોરીને નિશાન બનાવી હતી. તિજોરીમાં રાખેલા અંદાજે રૂ. 8.20 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી (Theft)કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે તાત્કાલિક શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે તેમજ ચોર ટોળકી સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને પોલીસ કર્મચારીના ઘરે જ લાખોની ચોરી (Theft)થતા સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ચાંદખેડામાં 10 મિનિટમાં ₹27.50 લાખની ચોરી, ઘરઘાટી CCTVમાં કેદ

આ પણ વાંચો : વડોદરામાં ATM તોડી ચોરીનો પ્રયાસ નિષ્ફળ, સાયરન વાગતા ફરાર થયેલા બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો : રાજકોટ જસદણ ખનીજ ચોરી કેસ: ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવ્યું, 27 લાખનો મુદ્દામાલ જપ્ત