Not Set/ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોને વિવિધ જવાબદારી સોંપતા CM વિજય રૂપાણી

જે જે સચિવોને સંભવિત થર્ડ વેવ ના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી.

Top Stories Gujarat Others

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકારના આગોતરા આયોજનથી રાજ્યમાં આ લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ  માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે. આ વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

જે જે સચિવોને સંભવિત થર્ડ વેવ ના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી.

રાજ્યના કયા IAS અધિકારીઓને સોંપાઇ જવાબદારી

  • મનોજ અગ્રવાલને સ્ટેટ ટાસ્ક ફોર્સની જવાબદારી સોંપાઈ
  • જયપ્રકાશ શિવહરેને સ્ટેટ ટાસ્ક ફોર્સની જવાબદારી સોંપાઈ
  • મિલન તોરવણેને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી સોંપાઇ
  • સંદીપ વસાવાને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી સોંપાઇ
  • ધનંજય ત્રિવેદીને ઓક્સિજન સપ્લાય અને PSASની જવાબદારી
  • સંજીવ કુમાર ને ઓક્સિજન સપ્લાય અને PSAs ની જવાબદારી
  • એમ કે દાસને દવા સાધનસામગ્રી સીટી સ્કેન RTPCR લેબ
  • હારીત શુક્લાને દવા સાધનસામગ્રી સીટી સ્કેન RTPCR લેબ
  • વિજય નેહરાને સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જવાબદારી સોંપાઈ
  • વિજય નેહરાને ડેશ બોર્ડની જવાબદારી સોંપાઈ
  • સચિન ગુસીઆને સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જવાબદારી
  • સચિન ગુસીઆને ડેશ બોર્ડની જવાબદારી સોંપાઈ
  • મનીષા ચંદ્રાને 108ની જવાબદારી સોંપાઈ
  • કે કે નિરાલાને ધનવંતરી જવાબદારી સોંપાય
  • કે કે નિરાલાને સંજીવની રથની જવાબદારી સોંપાય
  • પંકજ જોશી અને જયપ્રકાશ શિવહરેને HRની જવાબદારી
  • પી સ્વરૂપ અને એમ કે પંડ્યાને વેક્સિનેશનની જવાબદારી
  • અવંતિકા સિંહને ટેલિમેડીસીનના જવાબદારી સોંપાઈ
  • વિજય નહેરા ને જીનોમ સિક્વન્સ ની જવાબદારી સોંપાઈ
  • સોનલ મિશ્રા અને ગ્રામ્ય વિસ્તારોની જવાબદારી સોંપાઈ
  • રાજકુમાર બેનીવાલ ગ્રામ્ય વિસ્તારોની જવાબદાર
  • રાજકુમાર બેનીવાલ ગામડામાં વેક્સિનેશનની જવાબદારી

મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે, થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવારમળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહ થી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમબાઉન્ડ પુરી કરવાની છે. હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે અને જીલ્લાઓમાં ઉભા કરી તેનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રીયલ ટાઇમ મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થાઓ પણ ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી . ખાસ કરીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન કર્યું હતું.