Ahmedabad Police/ નિકોલમાં પીએસઆઈને ત્રાસ આપવાના કેસમાં પોલીસ તપાસ તેજ

ગંભીર આક્ષોપોને લઈને નિવેદન લીધા બાદ કરાશે કાર્યવાહી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના નિકોલ પોલીસ સ્પટેશનના પોલીસ ઈન્સપેક્ટર સામે પોલીસ સ્ટેશનના જ એક પીએસઆઈએ ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચેલી છે. દરમિયાન આ સમગ્ર કેની તપાસ એચ ડીવીઝનના એસીપી આર ડી ઓઝાને સોંપવામા આવી છે એને તેમને તપાસ શરૂ કરી છે. બીજીતરફ આ આક્ષેપ અંગે એસીપી  આર ડી ઓઝાએ જણાવ્યું હતું  કે પીએસઆઈ જયંતિ શિયાળે પોલીસ કમિશનરને અરજી કરી છે. આ અરજીમાં પીઆઈ કે.ડી.જાટ સામે આક્ષેપ કર્યા છે કે તેમની પાસેથી જ વધુ ફરજ લેવામાં આવે છે અને બીજા પાસેથી વધુ કામ લેવાતું નથી તે સિવાય માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. જેને કારણે તેમને આત્મહત્યાના વિચારો આવે છે.

આર ડી ઓઝાનું કહેવું છે કે આ સિવાય બીજા પીએસઆઈ રાજેશ યાદવે પણ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આક્ષેપ કર્યા છે. આક્ષેપ કરનારા બંને પીએસઆઈના ડિવિઝનમાં નિવેદન લેવાશે. પીઆ કે.ડી.જાટનું પણ નિવેદન લઈ આગળની કાર્યવાહી કરાશે. અન્ય બાબતે પણ તપાસ કરીને જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીને રીપોર્ટ કરવામાં આવશે. તપાસ બાદ આક્ષેપ સાચા છે કે ખોટા તે બહાર આવશે.

ઉલ્લેખનીય છે કે પીએસઆઈ જયંતિ શિયાળે પીઆઈ કે.ડી.જાટ સામે આક્ષેપ કર્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે કામ કરતા જયંતિ શિયાળે તેમની સામે ગૃહવિભાગ સુધી ફરિયાદ કરી છે.

પીએસઆઇ જયંતિભાઇ શિયાળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે તેઓ પીઆઇ કે.ડી.જાટના ત્રાસથી કંટાળીને રાજીનામું આપવા માંગે છે. તેમણે પીઆઇના ત્રાસથી આપઘાત કરવો પડે તેવી સ્થિતિ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પીએસઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ મંત્રાલયને લખવામાં આવેલા પત્રથી પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. આ મામલે પીઆઇ કે.ડી. જાટ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ