Ahmedabad News/ ચાંદખેડામાં 10 મિનિટમાં ₹27.50 લાખની ચોરી, ઘરઘાટી CCTVમાં કેદ

આરોપી સુનિલે સફાઈ કરવાના બહાને પડોશી પાસેથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કર્યો અને કબાટનું લોકર તોડી અંદર રહેલા ₹7 લાખ રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજે ₹27.50 લાખની મતા ચોરી (Theft)કરી લીધી.

Gujarat Ahmedabad
શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં આવેલી સેરેનિટી સ્પેશ સોસાયટી (Serenity Spesh Society)માં વિશ્વાસનો ભંગ કરતી ચોરી (Theft)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે

Ahmedabad News : શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં આવેલી સેરેનિટી સ્પેશ સોસાયટી (Serenity Spesh Society)માં વિશ્વાસનો ભંગ કરતી ચોરી (Theft)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરકામ માટે રાખવામાં આવેલા યુવકે માત્ર 10 મિનિટમાં ઘરમાંથી અંદાજે ₹27.50 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી (Cash Jewellery Theft)કરીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આરોપી સુનિલ કલાસવા અને તેના બનેવી રાજુ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, બોપલ વિસ્તારમાં હેર સ્ટુડિયો ચલાવતા યતીન મેવાડાના ઘરે કામ કરતી મહિલા પોતાના વતન રાજસ્થાન ગઈ હોવાથી તેમણે સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં ઘરકામ માટે વ્યક્તિની જરૂરિયાત અંગે સંદેશ મૂક્યો હતો. ત્યારબાદ સોસાયટીની જ એક મહિલાની ભલામણથી સુનિલ કલાસવા નામનો યુવક કામ પર જોડાયો હતો. ક્યારેક તેનો બનેવી રાજુ પણ તેની સાથે કામ કરવા આવતો હતો.

ઘટના સમયે યતીન મેવાડા અને તેમનો પરિવાર બહારગામ ગયો હતો. તેઓ ઘર બંધ કરીને ચાવી પડોશીને સોંપીને ગયા હતા. આરોપી સુનિલે સફાઈ કરવાના બહાને પડોશી પાસેથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કર્યો અને કબાટનું લોકર તોડી અંદર રહેલા ₹7 લાખ રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજે ₹27.50 લાખની મતા ચોરી કરી લીધી.

સાંજે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે કબાટનું લોકર તૂટેલું જોઈ ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ સુનિલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના બંને મોબાઈલ ફોન બંધ આવતા શંકા વધુ ગાઢ બની હતી.

સોસાયટીના CCTV ફૂટેજની તપાસ દરમિયાન આરોપી સુનિલ ખાલી હાથે ઘરમાં પ્રવેશતો અને માત્ર 10 મિનિટ બાદ બે થેલીઓ સાથે બહાર નીકળતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે ચાંદખેડા પોલીસે સુનિલ કલાસવા અને તેના બનેવી રાજુ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો : વડોદરામાં ATM તોડી ચોરીનો પ્રયાસ નિષ્ફળ, સાયરન વાગતા ફરાર થયેલા બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો : રાજકોટ જસદણ ખનીજ ચોરી કેસ: ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવ્યું, 27 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો : Google Mapsથી મંદિરો શોધી કરતી હતી ચોરી, મહેસાણા LCBએ ‘ગરાસિયા ગેંગ’નો કર્યો પર્દાફાશ