Ahmedabad News : અમદાવાદ પોલીસ વિભાગમાં ફરીથી બદલીના દૌરને પગલે પોલીસ વિભાગમાં ભળભળાટ મચી ગયો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર દ્વારા અચાનક જ બદલીઓને પગલે પોલીસ અધિકારીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ છવાયો છે. જેમાં અમદાવાદ શહેરના 18 પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલીઓમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆી વી ડી મોરીની એસઓજી ખાતે બદલી કરવામાં આવી છે. સાયબર પોલીસ સ્ટેશનના પીઆી કે એન ભુકણને સોલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
જ્યારે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆી પી સી દેસાઈને નારોલ ખસેડવામાં આવ્યા છે. તે સિવાય લીવ રિઝર્વ પીઆઈ એ એ વછેટાની બદલી ક્રાઈમ બ્રાંચમાં કરવામાં આવી છે. ઉપરાંચ મિસીંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈ ડી.વી ઢોલની પણ ક્રાઈમ બ્રાંચમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ક્રાઈમ બ્રાંચના પીઆી પી બીખાંભલાને શાહપુર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. બીજીતરફ પોલીસ અધિકારીઓની બદલીનું બીજુ લિસ્ટ પણ ટૂક સમયમાં જાહેર કરાશે તેવી ચર્ચા છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ.633 કરોડના ખર્ચે નિર્મિત જુથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરાશે
આ પણ વાંચો: ગુજરાત સરકારે ખેડૂતોના પાયાના પ્રશ્નો પાણી અને વીજળી માટે કરી આ મોટી જાહેરાત
આ પણ વાંચો: બનાસકાંઠામાં રૂ.241.34 કરોડની સિપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રીએ કર્યું ખાતમૂર્હત
