Cabinet Meeting/ ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે કેબિનેટ બેઠક,આંદોલન સહિત વિધાનસભા સત્ર પર થશે ચર્ચા,સાંજે ધારાસભ્યો સાથે પણ બેઠક

ગાંધીનગરમાં આજે સવારે 11.30 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે.તે પછી રાત્રે 8 વાગે ભાજપના ધારાસભ્યો ની બેઠક મળશે,

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી  છે ત્યારે ભાજપે હાલ ચૂંટણી જીતવા માટે ખાસ રણનીતિ બનાવી રહી છે અને ખાસ  રણનીતિ પર હાલ કામ કરી રહી છે.આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવવાની છે.

 ઉલ્લેખનીય છે કે  ગાંધીનગરમાં આજે સવારે 11.30 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે.તે પછી રાત્રે 8 વાગે ભાજપના ધારાસભ્યો ની બેઠક મળશે, આમ આજે સ્વર્ણિમ સંકુલ અને મંત્રી ઓની ઓફિસ માં રાજકીય ધમધમાટ જોવા મળશે
રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલનો અને વિવિધ સંગઠનો ના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે વડાપ્રધાનના આગામી કાર્યક્રમ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. તે પછી રાત્રે 8 વાગે ભાજપની ધારાસભ્ય દળની પણ બેઠક યોજાશે. બેઠકમાં વિધાનસભાના સત્રને લઈને પણ ચર્ચા કરાશે.બે દિવસ ના ટૂંકા સત્ર માં વિપક્ષ ને જવાબ આપવા અને સરકાર નો બચાવ કરવા માટે કેટલાક ધારાસભ્યો ને ખાસ લેશન આપવામાં આવી શકે છે.