Not Set/ ઇન્ડિયન ઓઈલની મોટી ભૂલ, 16 દિવસ પછી 60 પૈસા નહિ માત્ર 1 પૈસા જ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ

મોદી સરકારના આશ્વાસન પછી પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતો જ જાય છે. દિવસને દિવસે ઓઈલની કિમતો રેકોર્ડ તોડી રહી છે. સતત 15માં દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધ્યો અને 16માં દિવસે પેટ્રોલ-ડીઝલમાં ઘટાડ્યો થયો તો માત્ર 1 પૈસા. સતત 16 દિવસ સુધી બુધવારની સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 60 પૈસાનો ઘટાડો થતા લોકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ […]

Top Stories Business

મોદી સરકારના આશ્વાસન પછી પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતો જ જાય છે. દિવસને દિવસે ઓઈલની કિમતો રેકોર્ડ તોડી રહી છે. સતત 15માં દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધ્યો અને 16માં દિવસે પેટ્રોલ-ડીઝલમાં ઘટાડ્યો થયો તો માત્ર 1 પૈસા.

સતત 16 દિવસ સુધી બુધવારની સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 60 પૈસાનો ઘટાડો થતા લોકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ એ ખુશી વધારે સમય સુધી ટકી નહિ. કારણ કે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન બુધવારે સવારે મહાનગરોના આંકડાઓ જાહેર કર્યા. તે મુજબ પેટ્રોલ-ડીઝલ મહતમ 60 અને 63 પૈસા સુધી સસ્તું જણાવ્યું. પરંતુ કંપનીના આ આંકડા ખોટા હતા.

દિલ્લીમાં હવે પેટ્રોલની કિંમત 1 પૈસા ઘટીને 78.42 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 69.30 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 81.05 રૂપિયા. મુંબઈમાં 86.23 રૃપિયા અને ચેન્નઈમાં 81.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.

સવારે લગભગ 11  વાગે કંપનીઓ પોતાના નિવેદનમાં કહ્યું કે પેટ્રોલ-ડીઝલ માત્ર 1 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સતત 16 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગત દિવસોમાં પટ્રોલમાં ચાર રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયા સુધી મોંઘુ થઈ ગયું હતું.

કર્ણાટકની ચુંટણી દરમિયાન સતત 19 સુધી ઇંધણના ભાવમાં કોઈ પણ જાતનો બદલા કરવામાં આવ્યો નથી. તે પછી 14 મેથી સતત ભાવમાં વધારો થતો ગયો. પેટ્રોલમાં ૩.91 રૂપિયા અને ડીઝલમાં ૩.38 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ  થઇ થયું છે.