Banaskantha News/ અંબાજીમાં જુગારનો અડ્ડો ઝડપાતા ચકચાર

જુગાર રમતા 37 જુગારીઓ જડપાયા

Top Stories Gujarat

Banaskantha News : બનાસકાંઠાના અંબાજીમાં જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડતા ચકચાર મચી છે. અંબાજીમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે માહિતી સ્થલે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમી રહેલા 37 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. ઘાંગધ્રા ધર્મશાળામાંથી જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી 19 લાખ 93હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે 1 લાખ 86 હજાર રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા હતા.તે સિવાય 1 આઈસર અને 3 કાર તથા 35 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે તપાસ કરતા આ તમામ જુગારીઓ વીસનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જુગારીો સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોલકાતા રેપ મર્ડર કેસ: ‘…પછી બંગાળ બનશે બીજું બાંગ્લાદેશ’, ગિરિરાજ સિંહ કોલકાતા બળાત્કાર કેસથી ગુસ્સે છે

આ પણ વાંચો:પીડિતાના શરીરમાં સ્પર્મ! શું આરોપી રાજકારણીનો પુત્ર છે? પોલીસ કમિશનરે કર્યો ખુલાસો

આ પણ વાંચો:મહિલા ડોક્ટર રેપ અને મર્ડર ઘટનામાં ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ, જાહેર હિત મામલે ડોક્ટરોને હડતાળ સમેટવા આરોગ્ય મંત્રાલયનો નિર્દેશ