- નવા મંત્રીમંડળની જવાબદારી ભુપેન્દ્ર યાદવને સોંપાઇ
- અમિત શાહે ગત રાત્રે યોજી હતી મહત્વની બેઠક
- રાત્રે શાહીબાદ એનેકસી ખાતે રાત્રે મળી બેઠક
- મંત્રીમંડળની સમગ્ર જવાબદારી ભુપેન્દ્ર યાદવને સોંપાઇ
- બેઠક બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા
ગુજરાતનાં મુખ્યમંત્રી કોણ તે સવાલનો જવાબ હવે રાજ્યની જનતાને મળી ગયો છે. રાજ્યનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા છે. જણાવી દઇએ કે, તેમના શપથગ્રહણ કર્યા બાદ મંત્રી મંડળની રચનાને લઈને કવાયત ચાલી રહી છે. ત્યારે હવે મળી રહેલી માહિતી અનુસાર, નવા મંત્રીમંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર / લીંબડીના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા વાલીઓએ પ્રાથમિક શાળામાં ઘેરાવ કર્યો
મંત્રીમંડળની રચનાની જવાબદારી કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવતા તેઓ હાલમાં અમદાવાદમાં છે. તેઓ ગઈ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. ગઈ કાલે રાત્રે એનેક્સી ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપનાં મહાસચિવ બી.એલ.સંતોષ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ અમિત શાહ દિલ્હી પહોંચ્યા હતાં. જણાવી દઇએ કે, બુધવાર સાંજ સુધીમાં આ નવા મંત્રીમંડળનાં સભ્યોનાં નામની જાહેરાત થઈ જવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. હાલનાં 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર કાતર ફરી જાય તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. જ્યારે મંત્રીમંડળમાં નવા 15 નામનો ઉમેરો થઈ જશે તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આમ, સંપૂર્ણ મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલનાં મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદનાં શપથ લેશે તેવું લાગી રહ્યું છે. ભાજપનાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ત્રણ રાજ્યોમાં લેવામાં આવેલા નિર્ણયોની અસર અન્ય રાજ્યો અને કેન્દ્ર સ્તરે પણ જોવા મળી રહી છે. બદલાવોથી અસહજ નેતોઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે, પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિર્ણયો પાર્ટીના હિતમાં અને રણનીતિને આધારે લેવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો – ભારે વરસાદ ના પગલે / ઓખા-ભાવનગર સ્પેશ્યલ ટ્રેન 5 કલાક મોડી, ઓખાને બદલે રાજકોટથી ભાવનગર તરફ ડાયવર્ટ કરાઈ
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠાં હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
