Kolkata News : પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાના કેસમાં ભાજપ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા સીએમ મમતાના રાજીનામાની માંગ કરી છે.
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા તરીકે જાણીતા ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે કહ્યું, “આ ખૂબ જ વિચિત્ર છે અને મને આશ્ચર્ય થાય છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ છે, મુખ્યમંત્રી (મમતા બેનર્જી) આરોગ્ય મંત્રી છે, કાયદો અને ઓર્ડર તે તેના હાથમાં છે અને તે સત્તામાં છે જો તે તેને સંભાળી ન શકે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ… જો તેને સત્તા પરથી હટાવવામાં નહીં આવે તો બંગાળ બીજું બાંગ્લાદેશ બની જશે…’
મમતા બેનર્જીએ વિરોધ રેલી કાઢી હતી
પશ્ચિમ બંગાળનાબીઆઈ હવે આ કેસની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ 16 ઓગસ્ટ, 2024 ના રોજ કોલકાતાના મૌલાલીથી ડોરિના સ્ક્વેર સુધી એક વિરોધ રેલીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં આરજી મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યા કરાયેલ મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી.સીબીઆઈ હવે આ કેસની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સીબીઆઈ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની કોલ ડિટેઈલ અને ચેટની માહિતી એકત્ર કરી રહી છે. સીબીઆઈએ શનિવારે મોડી રાત સુધી ઘોષની લગભગ 13 કલાક પૂછપરછ કરી હતી. રિપોર્ટ અનુસાર CBI ઓફિસરે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને પૂછવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી છે.
આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદે જાહેર કરી ઓડિયો ચેતવણી
આ પણ વાંચો:પેરિસથી આવતા વિસ્તારા પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી
આ પણ વાંચો:ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ સતર્ક
