Tapi News : સુરત (Surat)ની તાપી નદી (Tapi River)માં નવા નીર આવતા બે કાંઠા છલકાઈ. તાપી (Tapi)માં મુશળધાર વરસાદ (Heavy Rain)ને પગલે સામાન્ય રીતે સૌમ્ય જોવા મળતી તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.
ધોધમાર વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગો બંધ થયા છે. સુરતમાં ધોધમાર વરસાદ થતા માર્ગો વિસ્તારથી વિહોણા થયા છે. વરસાદને પગલે પાણી ભરાતા અલગ અલગ વિસ્તારના 68 માર્ગ બંધ કરાયા છે. શહેરમાં વ્યારામાં 16, ડોલવણમાં 14, વાલોડમાં 12 રસ્તા બંધ કરાયા છે. જયારે સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ કરાયા છે. વરસાદની આફત અને ઉપરથી રસ્તાઓ બંધ થતા ટૂ-વ્હીલર હોય કે ફોર વ્હીલર વરસાદી પાણીમાં ફસાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં ધોધમાર વરસાદને પગલે નવા નીરથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ. સૂર્ય પુત્રી તાપી નદીનો અદ્ભુત આકાશી નજારો જોવા મળ્યો. તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળ્યું. ઉપરવાસમાંથી પાણીના આવકને પગલે તાપીમાં નવા નીર આવ્યા. ઉકાઈ ડેમમાંથી છોડાયેલુ પાણી સુર્ય પુત્રી તાપી નદીમાં આવે છે. ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક્સ પાણી છોડાયું. તાપી નદી હાલ 10.04 મીટરની સપાટી પર વહી રહી છે.
નોંધનીય છે કે તાપી નદી મધ્ય ભારતની મોટી નદીઓમાંની એક નદી છે, તેની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. નર્મદા અને મહી નદી ઉપરાંત તાપી ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. ભારે વરસાદ થતા તાપી નદીમાં ઉકાઈ ડેમનું પાણી છોડાતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તોને લઈ મહત્વના સમાચાર, જાણો જન્માષ્ટમીને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો સ્વાદિષ્ટ વાનગી ગોપાલકલા
આ પણ વાંચો:દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું મથુરા-વૃંદાવન, જન્માષ્ટમી પર્વની શરૂ થઈ ઉજવણી
