Not Set/ અમદાવાદ/ HSRP નમ્બર પ્લેટ અંગે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

રોજ બ રોજ બનતા અકસ્માતો ને નાથવા માટે સરકાર દ્વારા કડકપણે ટ્રાફિક ના નિયમોનું પાલન થાય તે માટે નવો એમવી એક્ટ લાગુ કરવમાં આવ્યો છે. ને તેનું ચુસ્તપણે અમલીકરણ થાય તે અંગે તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પરંતુ આ બધું સામાન્ય જનતા સુધીજ સીમિત રહી જાય છે. આજે પણ અમદાવદ ટ્રાફિક વિભાગ દ્વારા HSRP […]

Ahmedabad Gujarat

રોજ બ રોજ બનતા અકસ્માતો ને નાથવા માટે સરકાર દ્વારા કડકપણે ટ્રાફિક ના નિયમોનું પાલન થાય તે માટે નવો એમવી એક્ટ લાગુ કરવમાં આવ્યો છે. ને તેનું ચુસ્તપણે અમલીકરણ થાય તે અંગે તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પરંતુ આ બધું સામાન્ય જનતા સુધીજ સીમિત રહી જાય છે. આજે પણ અમદાવદ ટ્રાફિક વિભાગ દ્વારા HSRP નમ્બર પ્લેટ અંગે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રાફિક પોલિસે શરૂ કરેલી વાહનોની નંબરપ્લેટ ની ચકાસણી અને દંડની ઝુંબેશમાં અનોખા અનોખા બહાના સાથે વાહન ચાલકો જોવા મળ્યા.  જેમાં ખાસ કારીને વાત કારીએ તો ટ્રાફિક પોલીસ અને CCTV કેમેરા થી બચવા આરટીઓ માન્ય HSRP નમ્બર પ્લેટ તો લગાવે છે. પણ દંડ થી બચવા માટે નમ્બર પ્લેટ કા તો નીકળી ને વાહન માં મૂકી દે છે અથવા તો નંબર પ્લેટ અડધી તોડી નાખે છે.. કે જેથી રોડ પર લાગેલા ટ્રાફિક CCTV કેમેરા માં નમ્બર ન આવે અને દંડ ના થાય.. પણ આજ ની ઝુંબેશમાં પોલીસે આવા નમ્બર પ્લેટ સાથે છેડછાડ કરનારા વાહન ચાલકોને પણ ઝડપી લીધા હતા.. અને ટ્રાફિક નિયમ મુજબ દંડ ભરાવી કાયદાનું ભાન કરાવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.