Not Set/ અમદાવાદ/ નારોલથી ડમી એટીએમ કાર્ડ સાથે બે ની ધરપકડ, કુલ 45 ડમી કાર્ડ મળી આવ્યા

ડમી એટીએમ કાર્ડના જથ્થા સાથે  નારોલ પોલીસે બે ની  ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 45 એટીએમ કાર્ડ મળી આવ્યા છે. આરોપીઓ અલગ અલગ બેંકોના ગ્રાહકોનાં ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતાં. પોલીસ ને મળેલી બાતમી ને આધારે મુંબઇથી […]

Top Stories Ahmedabad Gujarat

ડમી એટીએમ કાર્ડના જથ્થા સાથે  નારોલ પોલીસે બે ની  ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 45 એટીએમ કાર્ડ મળી આવ્યા છે. આરોપીઓ અલગ અલગ બેંકોના ગ્રાહકોનાં ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતાં.

પોલીસ ને મળેલી બાતમી ને આધારે મુંબઇથી આવેલા આ બે શખ્સોની એટીએમ કાર્ડનાં જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસએ વોચ ગોઠવીને લાંભા પાસેથી દિલ્હીના અજયસિંહ દહિયા અને હરિયાણાના ભુપેન્દ્રસિંહ જાટ નામનાં આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓ અલગ અલગ બેંકોના ગ્રાહકોનાં ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનિક ગેઝેટ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતાં. તેઓ ગ્રાહકોનાં ડેટા ક્યાંથી મેળવતા હતાં અને આ ડેટા કાર્ડમાં ઇન્સર્ટ કોણ કરતું હતું તે હજુ એક સવાલ છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસને આશંકાછે કે, આ ગેંગમાં હજી પણ બીજા કેટલાંક માથા સડોવાયેલા છે. આ બંને આરોપી પાસેથી  45 કાર્ડ, 1 કેમેરાની બેટરી અને 1 મોબાઇલ ફોન કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.