Mahesana News/ મહેસાણામાં પ્રેમલગ્ન વિવાદમાં નવો વળાંક: પાટીદાર સમાજના ધરણા બાદ ડો. સ્મિતના પરિવાર સામે ગુનો

મહેસાણામાં ડો. ચાંદની અને ડો. સ્મિતના પ્રેમલગ્ન (Mahesana Love Marriage Case)ને લઈને બે પરિવારો વચ્ચે વિવાદ વધ્યો છે. પાટીદાર સમાજના ધરણા બાદ ચાંદનીની માતાની ફરિયાદના આધારે સ્મિતના પરિવાર સામે ગુનો નોંધાયો છે.

Gujarat Top Stories Others Breaking News
Mahesana Love Marriage Case, ડો. સ્મિતના પરિવાર સામે પોલીસ ફરિયાદ

Mahesana News: મહેસાણાની શિવ વાટિકા સોસાયટીમાં પ્રેમલગ્ન (Mahesana Love Marriage Case)ને લઈને બે પરિવારો વચ્ચે ચાલી રહેલા વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. પાલનપુરની ડો. ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ મહેસાણાના ડો. સ્મિત પરમાર સાથે લગ્ન કર્યા હોવાના મામલે બંને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ જોવા મળી રહી હતી. હવે ચાંદનીની માતા નીતાબેન પટેલની ફરિયાદના આધારે પોલીસે સ્મિતના પરિવારજનો સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

18 ઓગસ્ટે બંને પરિવારો વચ્ચે થયો હતો વિવાદ

મળતી માહિતી મુજબ, ગત 18 ઓગસ્ટે ચાંદનીના પરિવારજનો તેને સમજાવીને પરત લઈ જવા માટે મહેસાણામાં ડો. સ્મિત પરમારના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ખેંચતાણ થઈ હતી. બાદમાં ચાંદનીને તેના પિયર પક્ષના લોકો પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનાને પગલે ચાંદનીની સાસુએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, ઘટનાની ખેંચતાણ દરમિયાન ચાંદનીની માતા નીતાબેન પટેલ નીચે પડી જતાં તેમને ઈજા થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

Mahesana Love Marriage Case
Mahesana Love Marriage Case

નીતાબેનની અટકાયત બાદ મામલો વધુ ગરમાયો

ઘટના બાદ પોલીસે નીતાબેન પટેલની અટકાયત કરી હતી. આ કાર્યવાહી સામે પાટીદાર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલનપુર અને મહેસાણાથી પાટીદાર સમાજના અગ્રણીઓ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ નીતાબેન સાથે થયેલી મારઝૂડના આક્ષેપોની પણ તપાસ કરી સાસરી પક્ષ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ મુદ્દે પોલીસ મથક બહાર રાત્રે 12 વાગ્યા સુધી ધરણા કરવામાં આવ્યા હતા.

ધરણા બાદ નીતાબેનની ફરિયાદ લેવામાં આવી

પાટીદાર સમાજના ધરણા અને રજૂઆત બાદ પોલીસે નીતાબેન પટેલની ફરિયાદ સ્વીકારી હતી. ફરિયાદના આધારે હવે ડો. સ્મિત પરમારના પરિવારજનો અને અન્ય અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મિલાપ લાલજીભાઈ પટેલને સોંપવામાં આવી છે.

Mahesana Love Marriage Case
Mahesana Love Marriage Case

Mahesana Love Marriage Caseના વિવાદમાં બંને પક્ષે પોલીસ ફરિયાદ

આ સમગ્ર મામલે એક તરફ ચાંદનીની સાસુ દ્વારા અપહરણની ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ચાંદનીની માતાની ફરિયાદના આધારે સ્મિતના પરિવાર સામે ગુનો નોંધાયો છે. જેના કારણે પ્રેમલગ્ન (Mahesana Love Marriage Case)થી શરૂ થયેલો પારિવારિક વિવાદ હવે પોલીસ તપાસ સુધી પહોંચી ગયો છે.

હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદો અને ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મારામારી, ખેંચતાણ અને અન્ય આક્ષેપો અંગે હકીકતો સામે આવવાની શક્યતા છે. પોલીસે સમગ્ર મામલે સંડોવાયેલા લોકોના નિવેદનો અને ઘટનાક્રમની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:Mahesana Love Marriage Case: ડોક્ટર અપહરણ કેસમાં નવો વળાંક, પાટીદાર સમાજનો વિરોધ; આંદોલનની ચીમકી

આ પણ વાંચો:Mehsana Love Marriage Case: પ્રેમલગ્ન બાદ યુવતીનું કથિત અપહરણ: પિયરિયાઓ વાળ પકડી લઈ ગયા, CCTVમાં ઘટના કેદ

આ પણ વાંચો:પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે લવમેરેજ કરનાર દંપતીનું આપઘાત