Jharkhand Factory Blast News: ઝારખંડના રામગઢ જિલ્લામાં એક ખાનગી (Ramgarh Factory Accident) સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ ફાટી (Jharkhand Factory Blast) નીકળવાની ઘટના સામે આવી છે. પતરાતુ બ્લોકના બરકાકાના વિસ્તારમાં આવેલી ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં રાત્રિ શિફ્ટ દરમિયાન અચાનક ધમાકો થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ એન્જિનિયરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે.
રાત્રિ શિફ્ટ દરમિયાન પાવર પ્લાન્ટમાં જોરદાર ધમાકો
મળતી માહિતી મુજબ, બરકાકાના ઓપી વિસ્તારના હેહલ ખાતે આવેલી ‘મા છિન્નમસ્તિકા સિમેન્ટ એન્ડ ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ’ની સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં આ દુર્ઘટના (Sponge Iron Factory Blast) સર્જાઈ હતી. શુક્રવારે તારીખ 21/08/2026 મોડી રાત્રે રાત્રિ શિફ્ટ દરમિયાન ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. ધમાકા બાદ થોડા જ સમયમાં પ્લાન્ટના એક ભાગમાં આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
Jharkhand Factory Blast: ત્રણ એન્જિનિયરોના ઘટનામાં મોત
આ દુર્ઘટનામાં રાંચીના રહેવાસી અને ફેક્ટરીના શિફ્ટ ઇન્ચાર્જ સંજીવ કુમાર કેસરી, બોકારોના રહેવાસી એન્જિનિયર વિનીત મહતો અને ગઢવાના રહેવાસી એન્જિનિયર અભિષેક પાંડેના મોત થયા હોવાનું સામે આવ્યું છે.અચાનક થયેલા વિસ્ફોટ અને આગની ઘટનામાં તેઓ ગંભીર રીતે (3 Engineers Dead) દાઝી ગયા હતા.

એક મજૂર ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલ ખસેડાયો
આ અકસ્માતમાં હજારીબાગના રહેવાસી તરુણ રજવાર નામનો મજૂર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ
ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સર્કિટ, ઓવરહીટિંગ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના બની હતી કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન અને સંબંધિત એજન્સીઓ ફેક્ટરીની ટેકનિકલ અને સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓની પણ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ બ્લાસ્ટના ચોક્કસ કારણો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: તેલંગાણામાં ફાર્મા યુનિટમાં ભયાનક વિસ્ફોટ, 2 કામદારોનાં મોત; 9 ઘાયલ
આ પણ વાંચો: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં 19 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીનું મોત, આપઘાતની શંકા
આ પણ વાંચો: પેલેટ ગન ક્યારે ચલાવી શકાય? દિલ્હી પોલીસના નિયમોથી લઈને સમગ્ર વિવાદ જાણો
