Ahmedabad News: અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. બાળકો વચ્ચેની રકઝક બાદ એક મહિલાએ પાડોશમાં રહેતા 7 વર્ષના બાળક (Child Assault Case)ને લિફ્ટમાં લઈ જઈ તેના મોઢા પર લાફો માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ઘટનાના પગલે બાળકના માથા અને કાનમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. આ મામલે બાળકના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાવિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Child Assault Case: બાળકો વચ્ચેની રકઝક બાદ મામલો વણસ્યો
મળતી માહિતી મુજબ, 7 વર્ષનો બાળક (Child Assault Case) સોસાયટીમાં નીચે રમવા ગયો હતો. આ દરમિયાન તેનો પાડોશમાં રહેતી અમીબેનના પુત્ર સાથે ઝઘડો થયો હતો. બાળકના કહેવા પ્રમાણે, સામેના બાળકે તેની સાથે ગેરવર્તન કરી તેના મોઢા પર થૂંક્યું હતું, જેને પગલે બંને બાળકો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં અમીબેન બાળકના ઘરે પહોંચી હતી. અહીં બાળકના માતા-પિતા સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો વધુ વણસ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
મહિલાએ બાળકનો હાથ પકડી લિફ્ટમાં લઈ જઈ લાફો માર્યો
ઘટના બાદ બાળક ડરી ગયેલું અને ધ્રૂજતું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બાળકને માથા તથા કાનના ભાગે સતત દુખાવો થતો હોવાથી પરિવારજનોએ સોસાયટીના CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. CCTVમાં મહિલા બાળકનો હાથ પકડીને તેને લિફ્ટમાં લઈ જતી અને ત્યારબાદ તેના મોઢા પર લાફો મારતી જોવા મળતી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ઘટનાને પગલે બાળક વધુ ગભરાઈ ગયું હતું.
ડરના કારણે બાળકે પેન્ટમાં જ પેશાબ કરી દીધો
પરિવારના જણાવ્યા મુજબ, મહિલાએ બાળક (Child Assault Case)ને માર મારવા ઉપરાંત ધમકાવ્યું પણ હતું. જેના કારણે 7 વર્ષનું બાળક એટલું ગભરાઈ ગયું કે તેણે પેન્ટમાં જ પેશાબ કરી દીધો હતો. ત્યારબાદ બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી શરૂ
પરિવારજનોએ મહિલાને આ ઘટના અંગે પૂછપરછ કરી ત્યારે તેણે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આખરે બાળકના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલાવિરુદ્ધ ગુનો નોંધી CCTV સહિતની વિગતોના આધારે તપાસ હાથ ધરી છે. બાળકો વચ્ચે થયેલી સામાન્ય રકઝક બાદ મામલો 7 વર્ષના બાળક (Child Assault Case) સાથે મારપીટ સુધી પહોંચતા સમગ્ર ઘટનાએ સોસાયટીમાં ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો:ગુરુ પૂર્ણિમાએ ગુરુ પર કલંક! સુરતમાં માસૂમ બાળકને ઢોર માર મારવાનો આરોપ
આ પણ વાંચો:જો તમે તમારા બાળકને ટોન્ટ (TAUNT) મારતા રહેશો તો શું થશે? પેરેન્ટિંગ કોચ દ્વારા વિગતવાર જાણીએ!
