Dang News: ડાંગ(Dang)ના સાપુતારા(Saputara)માં માલેગાવ ઘાટમાં ગઈકાલે 35 ફૂટ ઊંડી ખીણ(Valley)માં બસ ખાબકતા 5ના મોત થયા હતા, ત્યારે 45 ઈજાગ્રસ્ત મુસાફરોમાંથી 1નું મોત થતાં મૃત્યુઆંક 6 થયો છે. ભયાનક અકસ્માત(Accident)માં મોત નિપજતાં મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સાપુતારાથી અઢી કિલોમીટર દૂર માલેગાંવ ઘાટમાં મહારાષ્ટ્રના નાસિકથી આવતી ટ્રાવેલ્સ (બસ) ખીણમાં ખાબકતાં દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બસમાં 50 લોકો સવાર હતા. ટેક્નિકલ કારણોસર સમસ્યા સર્જાતા દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. આજે સારવાર લઈ રહેલા 50 વર્ષીય મહિલાનું મોત (Death) થતાં પરિવાર નિરાધાર થઈ ગયો છે.

ઘાયલ મુસાફરોને શામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. અન્ય ગંભીર રીતે ઇજા પામનાર લોકોને આહવા તેમજ સુરત રીફર કરવામાં આવ્યા છે. માહિતી મુજબ મધ્યપ્રદેશના ગુના, શિ્વપુરી અને અશોકનગરના યાત્રાળુઓ ખાનગી બસમાં ચારધામની યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે કરૂણાંતિકા સર્જાઈ હતી.
આ પણ વાંચો:સાપુતારામાં ગોઝારો અકસ્માત, 2 મહિલા સહિત 5નાં મોત
આ પણ વાંચો:કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો અકસ્માત, ચમત્કારિક બચાવ
આ પણ વાંચો:સાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 9 ભારતીયોના મોત
