Gujarat News/ ગોધરા ટ્રેન નરસંહારનો ગુનેગાર ટોળકી બનાવી કરતો હતો ચોરી, પુણેથી ધરપકડ

22 જાન્યુઆરીએ પોલીસે સલીમ જર્દા અને તેની ગેંગના સભ્યોની ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. આ લોકો પુણેના ગ્રામીણ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. તપાસ દરમિયાન ગોધરા ટ્રેન ઘટના સાથે તેનું કનેક્શન બહાર આવ્યું હતું.

Gujarat Others

Gujarat News: 2002ના ગોધરા ટ્રેન કાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 55 વર્ષીય ગુનેગારની મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પેરોલની મુદત પૂરી થતાં તે ફરાર થઈ ગયો હતો.

પોલીસે જણાવ્યું કે પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીએ સલીમ જર્દાની ધરપકડ કરી હતી. ગોધરા ટ્રેન ઘટનામાં આજીવન કેદની સજા પામેલા 31 લોકોમાં સલીમ જર્દાનો પણ સમાવેશ થાય છે. જર્દા 17 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતની જેલમાંથી સાત દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયો હતો.

અલીફાટા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દિનેશ તાયડેએ જણાવ્યું હતું કે, અમે 22 જાન્યુઆરીએ સલીમ જરદા અને તેની ગેંગના સભ્યોની ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. આ લોકો પુણેના ગ્રામીણ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. તપાસ દરમિયાન ગોધરા ટ્રેન ઘટના સાથે તેનું કનેક્શન બહાર આવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન, ઝરદા દ્વારા કરવામાં આવેલી ચોરીના ત્રણ કેસ પ્રકાશમાં આવ્યા હતા. ગુનેગાર તેની ગેંગ સાથે ગુજરાતના ગોધરાથી પુના જિલ્લામાં આવતો હતો અને ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો.”

જર્દા અને અન્યને 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લગાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં 59 લોકો માર્યા ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોધરા ટ્રેન અગ્નિ કાંડ મામલામાં સુપ્રીમ કોર્ટ 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે

આ પણ વાંચો:ગોધરા ટ્રેન કાંડના દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી માંગ્યો જવાબ

આ પણ વાંચો:ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ