Surat News: સુરત શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. સાયબર માફિયાઓ હેમખેમ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો કરોડોની છેતરપિંડી કરી રહ્યા છે.ત્યારે ફરી એકવાર શહેરમાં લોનના નામે છેતરપિંડી (Loan scam) આચરતી ટોળકી ઝડપાઇ છે. જણાવીએ કે, લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી આચરી હતી.
આપને જણાવી દઈએ કે, આ ટોળકી પહેલા તો જરૂરિયાતમંદ લોકોને શોધતી અને પછી તેમને શિકાર બનાવતી હતી. જે લોકોને લોનની જરૂર હોય તેવા લોકો પાસેથી આ ટોળકી જરૂરી ડોક્યુમેન્ટ લઈને લોન આપવાનું કહીને ડોક્યુમેન્ટ લેતી હતી. આ રીતે ડોક્યુમેન્ટ પર 66 લખાથી વધુની લોન કરાવી હતી.
આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે ફરિયાદીને લોનના હપ્તા આવવા લાગ્યા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત 3 આરોપી ઝડપાયા છે. અને હજુ પણ મુખ્ય આરોપી રાજીવ ચૌબેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં લોકો સાથે છેતરપીંડી કરી રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું
આ પણ વાંચો:સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
