Ahmedabad News/ શેરબજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે એવી લાલચ આપી છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું

સાયબર સેલ ગાંધીનગરે પાંચ શખ્સોની મુંબઈથી કરી ધરપકડ

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : શેરબજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે એવી લીલચ આપીને સુરેન્દ્રનગરના એક રહેવાસી સાથે રૂ.9,50,000 ની છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો ગુજરાત સ્ટેટ સાયબર સેલે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કેસમાં મુંબઈથી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ સાયબર ક્રાઈમ સેલ ખાતે સુરેન્દ્રનગરના અશોક કે.પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અશોકભાઈના મોબાઈલ નંબર પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ શેર એનાલિસ્ટ કંપનીના બ્રોકર તરીકેની આપી હતી.

તેણે શેર બજારમાં પૈસાનું રોકાણ કરવા જણાવ્યું હતું. તેણે અશોકબાઈને અલગ અલગ કંપીનાન શેરોમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે કહીને શરૂઆતમાં થોડુ રોકાણ કરાવ્યું હતું. બાદમાં અશોકભાઈને વિશ્વાસમાં લેવા માટે રૂ.35,000 તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાદમાં અશોકભાઈનો અલગ અલગ મોબાઈલ પરથી સંપર્ક કરીને ઓફ લાઈન ટ્રેડિંગ કરવાથી વધુ નફો મળશે કહીને રૂ.9,50,000 નું રોકાણ કરાવ્યું હતું. બાદમાં અશોકભાઈને દબાણ કરી વધુ રોકાણ કરવા દબાણ કરવા લાગ્યા હતા. આમ તેમની સાથે 9.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

પોલીસે ફરિયાદને આધારે મોબાઈલ નંબરોના લોકેશનને આધારે આરોપીઓના મંબઈના ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. તપાસમાં આરોપીઓ ગેરકાયદે ડમી સીમ કાર્ડ મેળવી ખોટા નામ ઘારણ કરીને સામાન્ય નાગરિકોને કોલ કરીને શેર બજારમાં રોકાણ કરવાને બહાને છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં શોખ મોહમ્મદ જે.અલ્લારખા, શકીલખાન વાય.ચૌહાણ, ફૈજાન મોહમ્મદ ખાલીદ ચૌહાણ, મોહમ્મદ જુનેદ એ.શેખ અને રમીઝ એન.સિપાહીની ધરપકડ કરી હતી. તેમની પાસેતી પોલીસે 13 મોબાઈલ ફોન, 4 ડેબિટ કાર્ડ અને કોલિંગ કરવા માટેનું મોબાઈલ નંબરનું લિસ્ટ કબજે કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા, બનાસકાંઠા માટે તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોરને જવાબદારી

આ પણ વાંચો:પાટિલ હાલમાં નહીં બદલાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમના માર્ગદર્શનમાં લડાશે

આ પણ વાંચો:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત