જીવનની છેલ્લી મેચ/ રાજકોટમાં વધુ એક યુવાનનુ ક્રિકેટ રમતા મોત, છેલ્લા 20 દિવસમાં આ ચોથી ઘટના

માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમતા જીગ્નેશ ચૌહાણ નામના યુવાનને આવ્યો હાર્ટ એટેક અને થયું મોત. રાજકોટમાં 20 દિવસમાં આ  ચોથી ઘટના છે.

Top Stories Rajkot
ક્રિકેટ રમતા મોત

છેલ્લા ઘણા સમયથી યુવકોને ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવાના કિસ્સા સુરત અને રાજકોટથી તત સામે આવી રહ્યા છે. ત્યારે આજે ફરી આવી જ બે ઘટના સામે આવી છે સુરત બાદ આજે જ ફરી રોજકોટમાં યુવાનનુ ક્રિકેટ રમતા મોત થયું છે. મળતી માહિતી અનુસાર, માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમતા જીગ્નેશ ચૌહાણ નામના યુવાનને આવ્યો હાર્ટ એટેક અને થયું મોત. રાજકોટમાં 20 દિવસમાં આ  ચોથી ઘટના છે.

આપને જણાવી દઈએ કે, સુરતમાં આવો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, વરાછામાં પ્રશાંત ભારોલીયા નામના યુવકનું રહસ્યમય રીતે મોત નિપજ્યુ છે. યુવકને ક્રિકેટ રમ્યા બાદ ગભરામણ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યુ હતું.  27 વર્ષીય યુવક કેનેડાથી સુરત પરિવાર પાસે આવ્યો હતો. શનિવારે સવારે ક્રિકેટ રમીને ઘરે આવેલા પ્રશાંતને અચાનક છાતીમાં બળતરા થવા સાથે ગભરામણ શરૂ થઈ. પ્રશાંતે પોતાને શરૂ થયેલી પીડાની જાણ પરિવારને કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. જો કે તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું.સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ આ કેસમાં જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હોવાનું અને તેનો રિપોર્ટ આવ્યાં બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

થોડા સમય પહેલા રાજકોટ શહેરમાં એક ક્રિકેટરનું મોત થયું હતું. શહેરના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મોત થયું હતું. પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવેલો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. જેમાં ભરત બારીયાનું મોત થયું હતું. હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકની ઉમર 40 વર્ષ હતી. યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. જેને લઈ માહોલ ગમગમી થઈ ગયો હતો.

ડિસામાં રહેતા ભરત બારૈયા (ઉં.વ.40) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 મારફત ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે વૃદ્ધોને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. પરંતુ હવે યુવાનો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. જે પ્રકારના કેસ સામે આવી રહ્યા છે તેમાં હવે હાર્ટ એટેક માત્ર 60 વર્ષની ઉંમરે જ નહીં પરંતુ 40 કે તેથી ઓછી ઉંમરે પણ આવી શકે છે.

આ પણ વાંચો:સુરતમાં માતા સાથે રસ્તો ઓળંગી રહેલ બાળકને સ્કૂલ બસે લીધો અડફેટે, થયું મોત

આ પણ વાંચો:જો તમે iPhone વાપરો છો તો થઈ જાઓ સાવધાન

આ પણ વાંચો:સિહોરમાં પ્રેમી પંખીડાનો આપઘાત, બંનેની સગાઇ થઇ ગઇ હોવાની થઇ રહી છે ચર્ચા

આ પણ વાંચો:અમદાવાદ બનશે મહિલાઓ માટે સેફ શહેર, અડધી રાતે પણ મહિલા નિર્ભય બનીને ફરી શકશે