World News/ 4 બાળકો બાદ ઇલોન મસ્કની રિલેશનશીપ તૂટી, એક જ અઠવાડિયામાં પ્રેમથી થયું બ્રેકઅપ

ન્યુરાલિંક અધિકારી શિવોન ઝિલિસે ઇલોન મસ્ક (Elon Musk)સાથેના સંબંધોના અંતની જાહેરાત કરી છે. બંનેને ૪ બાળકો છે અને અચાનક બ્રેકઅપ થવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

Top Stories World
Elon Muskનું થયું બ્રેકઅપ

World News :ઇલોન મસ્ક(Elon Musk) અને શિવોન ઝિલિસ (Shivon Zilis)ના સંબંધમાં અચાનક તિરાડ પડી હોવાના સમાચાર સામે આવ્યા છે. શિવોન ઝિલિસે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યું છે કે કોઈ ચેતવણી વિના બધું બદલાઈ ગયું. બંનેને 4 બાળકો છે અને તેઓ બાળકોના સહ-ઉછેરની જવાબદારી આગળ પણ સાથે નિભાવશે.

ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધને લઈને અચાનક મોટો ખુલાસો સામે આવ્યો છે. ન્યુરાલિંકની અધિકારી શિવોન ઝિલિસે સોશિયલ મીડિયા (Social Media)પર એક ભાવુક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે મસ્કે તેમની સાથેનો સંબંધ અચાનક ખતમ કરી દીધો છે. ખાસ વાત એ છે કે આ ઘટનાના થોડા દિવસ પહેલાં જ બંને વચ્ચે પ્રેમભરી વાતચીત થઈ હતી. હવે શિવોનની પોસ્ટ બાદ બંનેના સંબંધમાં આવેલા આ બદલાવની ચર્ચા થઈ રહી છે.

elon musk

 ‘એક અઠવાડિયામાં બધું બદલાઈ ગયું’-Elon Musk 

શિવોને X પર લખ્યું કે જે સંબંધમાં થોડા સમય પહેલાં સુધી પ્રેમ હતો, તે સંબંધ (Relationship)માંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ છે અને આ બદલાવ માટે તેમને અગાઉથી કોઈ સંકેત મળ્યો ન હતો.સંબંધના અંતથી તેમને દુઃખ થયું છે, પરંતુ ઇલોન મસ્ક પ્રત્યે તેમના મનમાં હજુ પણ ઊંડી લાગણી અને કાળજી છે.તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ ઇચ્છતાં હતાં કે ઇલોન મસ્કને તેમની સાથે શાંતિ, સ્થિરતા અને પોતાના હોવાની લાગણી મળે.

snovakiya

સંબંધની સાથે 4 બાળકોની જવાબદારી પણ

ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસને 4 બાળકો છે. તેમના જોડિયા બાળકો સ્ટ્રાઇડર અને એઝ્યૂરનો જન્મ 2021 માં થયો હતો, જ્યારે 2024 માં પુત્રી આર્કેડિયા અને 2025માં પુત્ર સેલ્ડન લાઇકર્ગસના જન્મની માહિતી સામે આવી હતી.શિવોને બાળકોને પોતાના જીવનની સૌથી મોટી ખુશી ગણાવી અને કહ્યું કે સંબંધનો અંત આવ્યા બાદ પણ તેઓ બંને સારા મિત્રો અને માતા-પિતા તરીકે બાળકોના ઉછેરમાં સાથે રહેશે.

24 સપ્ટેમ્બરે થયેલી વાતચીતમાં બંનેએ પ્રેમ વ્યક્ત કર્યો હતો, પરંતુ ત્યારબાદ મસ્કે X પર શિવોનને ફોલો કરવાનું બંધ કરી દીધું અને બ્રેકઅપની વાત સામે આવી. ઇલોન મસ્ક તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


આ પણ વાંચો:એલોન મસ્કે 294 કરોડ રૂપિયામાં ખરીદી નવી હવેલી, 11 બાળકો અને તેમની માતાઓ અહીં રહેશે

આ પણ વાંચો:ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની મિત્રતામાં તિરાડ કેવી રીતે પડી, ટ્રમ્પ-મસ્ક લડાઈમાં ‘કેલેન્ડર ગર્લ્સ’ની ભૂમિકા શું છે, લડાઈ વાસ્તવિક છે કે યુક્તિ?

આ પણ વાંચો:ઇલોન મસ્ક ભારત નથી આવી રહ્યા છે, પરંતુ ચીન જઈ રહ્યા છે