રાજકોટમાં ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત નિપજ્યુ છે. પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવેલો ભરત બારીયા નામનો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો.યુવકનું મોત નીપજ્યાની જાણ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી સિવિલ હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. સિવિલ હોસ્પિટલે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ડિસા રહેતા ભરત બારૈયા (ઉં.વ.40) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 મારફત ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને આ અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ભરત ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનું તેમજ ભાણેજના લગ્ન માટે રાજકોટ ખાતે આવ્યો હોવાનું સામે આવ્યું છે. આજે ભાણેજનાં લગ્નનું રિસેપ્શન યોજાય તે પહેલાં જ અચાનક યુવકનું મોત નિપજતા જ્યાં લગ્નની શરણાઈઓ ગુંજતી હતી. ત્યાં મોતનો માતમ છવાયો હતો. જેને લઈને પરિવારની મહિલાઓ હૈયાફાટ રુદન કરતી જોવા મળી હતી.
ભરતભાઈ રાજકોટ લગ્નપ્રસંગ માટે આવ્યા હતા અને તેઓ ડિસાના રહેવાસી છે. અહીં મારી બહેનના ભાણેજના લગ્નપ્રસંગમાં આવ્યા હતા. ભરતભાઈના પરિવારમાંથી હાલ તેના મોટા પપ્પાના દીકરાઓ અહીં હાજર છે. તેમના પત્ની અને તેના સાસુ પણ છે. ભરતભાઈને કોઈ પણ પ્રકારની બિમારી હતી નહીં. તેમજ તેમને સંતાનમાં કઈ નથી.
રાજકોટમાં છેલ્લા એક મહિનામાં યુવાન વયે રમતાં રમતાં ત્રણ યુવાન હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા છે. નોંધનીય છે કે 16 દિવસ પહેલા તો 24 કલાકમાં બે યુવકો રમતા રમતા મોતને ભેટી પડ્યા હતા. જેમાં ક્રિકેટરને બોલ વાગતાં હાર્ટ ફેઇલ થઈ ગયું હતું. જ્યારે અન્ય બનાવમાં ફૂટબોલમાં ગોલ પૂરો કરે એ પહેલાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકમાં મોત થયું હતું.
આ પણ વાંચો:રાધનપુર વારાહી હાઈવે પર જીપનું ટાયર ફાટતા ટ્રક સાથે ટક્કર, છ લોકોના મોત
આ પણ વાંચો:સિહોરમાં પ્રેમી પંખીડાનો આપઘાત, બંનેની સગાઇ થઇ ગઇ હોવાની થઇ રહી છે ચર્ચા
આ પણ વાંચો:કરોડોના જમીન કૌભાંડમાં મનપા એક્શનમાં, વ્હાઈટ હાઉસ સહિતના દબાણો પર ફેરાશે બુલડોઝર