train fire/ દાહોદથી આણંદ જતી ટ્રેનના ફર્સ્ટ કલાસ ડબ્બામાં લાગી ભયંકર આગ

દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.

Top Stories Gujarat Breaking News

દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ આગની ઘટના જેકોટ ગામ નજીક દાહોદથી આણંદ જતી 09350 નંબરની મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. આ ટ્રેનના પાછળ એન્જીન સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસના કોચમાં આગ લાગી હતી. ફાયર બિગ્રેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર,દાહોદના જેકોટ ગામ નજીક દાહોદથી મુસાફરો લઇને આણંદ જઇ રહેલી ટ્રેનનાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આગ લાગી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ટ્રેનનાં આ આગ લાગવાનું સાચુ કારણ હજુ સામે આવ્યું નથી. આગ લાગવાની ઘટનામાં રેલ્વે વિભાગને લાખો રૂપિયાનું નુકશાન છે,

ટ્રેનનાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આગ લાગતા મુસાફરોમાં અફરા તફરી મચી ગઇ હતી. જો કે સમય સૂચકતાથી તમામ મુસાફરોને ટ્રેનની નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની ટળી છે. તો બીજી તરફ દિલ્હીથી બોમ્બે રેલ માર્ગ સુરક્ષાના ભાગ રુપે બંધ કરાયો છે. સાથે ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો: Khodiyarmata Dispute/ ખોડિયાર માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હાથ જોડી માફી માંગી, જુઓ શું કહ્યું?

આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન બાદ હવે ઉદયનિધિ સ્ટાલિને “હિન્દી” પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

આ પણ વાંચો: Attacke/ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષીત નથી…!