sanatan dharma/ સનાતન બાદ હવે ઉદયનિધિ સ્ટાલિને “હિન્દી” પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવી બીમારી ગણાવનારા તમિલનાડુના યુવા મંત્રી ઉદયનિધિ સ્ટાલિને હવે હિન્દીનું અપમાન કર્યું છે.

Top Stories India
Mantavyanews 2 સનાતન બાદ હવે ઉદયનિધિ સ્ટાલિને "હિન્દી" પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવી બીમારી ગણાવનારા તમિલનાડુના યુવા મંત્રી ઉદયનિધિ સ્ટાલિને હવે હિન્દીનું અપમાન કર્યું છે. ઉદયનિધિ સ્ટાલિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હિન્દી દિવસના સંદેશ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જે ભાષા માત્ર ચાર-પાંચ રાજ્યોમાં બોલાય છે, તે કેવી રીતે કહી શકાય કે તે સમગ્ર ભારતને એક કરે છે. ઉધયનિધિ સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર છે. તાજેતરમાં તેમણે સનાતન ધર્મને એક બીમારી સમાન કહ્યું હતું અને તેના ખતમ કરવાની વાત કરી હતી. જેના કારણે સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો.

પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે વધુમાં કહ્યું કે, હિન્દી એ એવું નામ છે જે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ભાષાઓની વિવિધતાને એક કરે છે. આઝાદીની ચળવળથી લઈને આજ સુધી હિન્દીએ દેશને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, હિન્દી દિવસના અવસરે સત્તાવાર ભાષા હિન્દી સહિત તમામ ભારતીય ભાષાઓને મજબૂત કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેના નિવેદન બાદ ઉદયનિધિ સ્ટાલિને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું કે, હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની સખત નિંદા કરું છું, જેમાં તેમણે દાવો કર્યો છે કે હિન્દી ભારતની એકીકૃત શક્તિ છે અને તે અન્ય પ્રાદેશિક ભાષાઓને સશક્ત કરી રહી છે.

દેશમાં માત્ર ચાર-પાંચ રાજ્યોમાં જ હિન્દી બોલાય છે અને તેથી ગૃહમંત્રી અમિત શાહનું અણછાજતું નિવેદન છે. આજીવિકા પેદા કરવાના નામે હિન્દી લાદવાનું આ બીજું સંસ્કરણ છે. ઉદયનિધિએ તમિલનાડુ અને કેરળનું ઉદાહરણ આપીને અમિત શાહના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે આપણે અહીં તમિલ બોલીએ છીએ, કેરળ મલયાલમ બોલે છે. હિન્દી આપણને ક્યાં એકીકૃત અને સશક્ત બનાવે છે? ગૃહમંત્રી અમિત શાહે અન્ય ભાષાઓને માત્ર પ્રાદેશિક ભાષા ન કહેવી જોઈએ. તેઓએ આ અત્યાચાર બંધ કરવો જોઈએ.

આ પણ વાંચો: Attacke/ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષીત નથી…!

આ પણ વાંચો: PM મોદીનો બિગ ફેન/ સુરતના આ એન્જીનિયર PM મોદીને માને છે ભગવાન, હાથ પર બનાવી દીધું PMના ફોટોનું ટેટુ

આ પણ વાંચો: Delhi High Court/ છૂટાછેડા લીધેલી દીકરીઓનો પિતાની મિલકતમાં કેટલો હક ધરાવે છે?