Not Set/ સુરત : ATMમાંથી 4.36 કરોડ રૂપિયા સેરવી લેનાર 3 ગઠિયાઓને પોલિસે દબોચ્યા

સુરત, સુરતની બેન્ક ઓફ ઇન્ડિયાના ATMમાં કેશ લોડિંગ કરવાનો કોન્ટ્રાક્ટ લેનારી રાઇટર સેફ ગાર્ડ પ્રા.લિ. કંપનીના સ્ટાફ દ્વારા 3 વર્ષના સમયગાળામાં કુલ રૂ. ૪ કરોડ ૩૬ લાખ ૭૨ હજારની ઉચાપત કરાઈ હતી. આ ટોળકી દ્વારા અડાજણ આનંદ મહેલ રોડ ગણેશકૃપા સોસાયટીમાં આવેલ BOIના એટીએમમાંથી આ ઉચાપત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આ મામલે સુરતની ક્રાઈમ […]

Top Stories Gujarat Surat Trending
srt surat સુરત : ATMમાંથી 4.36 કરોડ રૂપિયા સેરવી લેનાર 3 ગઠિયાઓને પોલિસે દબોચ્યા

સુરત,

સુરતની બેન્ક ઓફ ઇન્ડિયાના ATMમાં કેશ લોડિંગ કરવાનો કોન્ટ્રાક્ટ લેનારી રાઇટર સેફ ગાર્ડ પ્રા.લિ. કંપનીના સ્ટાફ દ્વારા 3 વર્ષના સમયગાળામાં કુલ રૂ. ૪ કરોડ ૩૬ લાખ ૭૨ હજારની ઉચાપત કરાઈ હતી. આ ટોળકી દ્વારા અડાજણ આનંદ મહેલ રોડ ગણેશકૃપા સોસાયટીમાં આવેલ BOIના એટીએમમાંથી આ ઉચાપત કરવામાં આવી હતી.

ત્યારબાદ હવે આ મામલે સુરતની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કંપનીના લોકેશન ઇનચાર્જ અને વોલ્ટ ઓફિસર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હકીકતમાં, બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તેમના એટીએમમાં કેશ લોડિંગ કરવાનો કોન્ટ્રાક્ટ રાઇટર સેફ ગાર્ડ પ્રા.લિ. કંપનીને અપાયો છે.

આ દરમિયાન કંપનીના લોકેશન ઇનચાર્જ બિપિન નટવરલાલ સુરતી, વોલ્ટ ઓફિસર સુનીલ મણિલાલ ખોરેકર, કિરણ રવજી પરમાર અને એટીએમ -ઓપરેટર જિજ્ઞેશ નટવર પટેલ દ્વારા એક બીજાની મદદગારીથી પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે ઇન્ડેન્ટ મુજબ બેન્કમાંથી નાણાં મેળવી અડાજણ આનંદ મહેલ રોડ ગેઇલ ટાવરની સામે ગણેશકૃપા સોસાયટીમાં આવેલા બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં લોડિંગ કર્યા હતા.

ત્યાર બાદ થોડા સમય પછી ટોળકીએ એટીએમમાં જઈને મશીનના કાઉન્ટરના રેકોર્ડમાં ઍક્સચેજ કેસેટનો વિકલ્પ પસંદ કરીને સાડા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રૂ. ૪,૭૮,૬૨,૨૦૦ ઉપાડી લીધા હતા.

જો કે આ સમગ્ર મામલાની જાણ બેન્ક ઓફિસર અનિલકુમારને થતા તેઓએ તાત્કાલિક આ ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.