Not Set/ ટેકાના ભાવે મગફળીની ખરીદીથી સરકારને દોઢસો કરોડનું નુકસાન: સોમા પ્રમુખ સમીર શાહ

અમદાવાદ: ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળીની ખરીદીમાં સરકારને દોઢસો કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું સોમાના પ્રમુખ સમીર શાહે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન (સોમા) અને કેન્દ્ર સરકારની કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું. દેશમાં પ્રવર્તમાન સમયમાં ખાદ્યતેલનો કુલ વપરાશ 215 લાખ ટન છે અને તેમાં સીંગતેલનો ઉપયોગ 5.5 […]

Top Stories Rajkot Gujarat Trending Politics Business

અમદાવાદ: ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળીની ખરીદીમાં સરકારને દોઢસો કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું સોમાના પ્રમુખ સમીર શાહે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન (સોમા) અને કેન્દ્ર સરકારની કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું.

દેશમાં પ્રવર્તમાન સમયમાં ખાદ્યતેલનો કુલ વપરાશ 215 લાખ ટન છે અને તેમાં સીંગતેલનો ઉપયોગ 5.5 લાખ ટન છે. આટલી માત્રામાં સીંગતેલ બનાવવા માટે 20 લાખ ટન મગફળીનું પિલાણ કરવું પડે છે. જો સીંગતેલનો વપરાશ માત્ર 2 ટકા વધે તો તે 9.5 લાખ ટન થવા જાય છે અને આટલી માત્રામાં સીંગતેલ ઉત્પાદન કરવા માટે વધુ 12 લાખ ટન મગફળીની જરૂર પડે તેમ છે. જો માત્ર બે ટકા વપરાશ વધારીએ તો ખેડૂતોને ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતાં વધુ 12 લાખ ટન મગફળીની કિંમત મળી શકે તેમ છે તેવો વિચાર આજે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન અને કેન્દ્ર સરકારની કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચની બેઠકમાં વ્યકત કરવામાં આવ્યો હતો.

આ મામલે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન (સોમા)ના પ્રમુખ સમીર શાહે સરકારને એક આવેદન પત્ર  પણ આપ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, હાલ સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે છે અને પ્રતિ ટન દીઠ રૂા.5 હજાર બજાર ભાવથી વધુ ચૂકવે છે. સરકારે અત્યાર સુધીની કુલ ખરીદીમાં આ મુજબ રૂા.150 કરોડ વધુ ચૂકવ્યા છે.

જો બીજી તરફ જો પી-નટ પ્રમોશન કાઉન્સિલની રચના કરવામાં આવે તે જરૂરી છે. આ કાઉન્સિલ મારફત મગફળી ખરીદવાથી થતાં ફાયદા, પાક વધુ લેવા માટે અને ગુણવત્તાસભર ઉત્પાદન માટે શું કરવું જોઈએ તેના સેમિનાર જેવી મગફળીના ઉપયોગ વધારવાની અને ઉત્પાદન વધારવાની વાત કરવામાં આવે તો મગફળીનો વપરાશ વધશે અને તેનો સીધો લાભ ખેડૂતોને મળશે.

સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે પિ-નટ પ્રમોશન કાઉન્સિલ સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના અધિકારીઓ, સોમાના સીઈઓ અજય જાની, સોમાના કમિટી મેમ્બર ત્રિકમભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની કાર્યવાહી અને પ્રેઝન્ટેશન દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને મોકલવામાં આવશે અને ત્યાંથી યોગ્ય જવાબ મળ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે.