Not Set/ ૧૫ જાન્યુઆરીથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરાશે

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના તુવેરના પાકની લઘુતમ ટેકાના ભાવથી ખરીદી તા. 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જેના અંતર્ગત ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા. 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ સિઝન ૨૦૧૮-૧૯માં લઘુતમ ટેકાના ભાવે તુવેર રૂ. ૫૬૭૫/- પ્રતિ ક્વિન્ટલ ભાવે ખેડૂતો પાસેથી ખરીદી […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના તુવેરના પાકની લઘુતમ ટેકાના ભાવથી ખરીદી તા. 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જેના અંતર્ગત ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા. 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવનાર છે.

રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ સિઝન ૨૦૧૮-૧૯માં લઘુતમ ટેકાના ભાવે તુવેર રૂ. ૫૬૭૫/- પ્રતિ ક્વિન્ટલ ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ખેડૂતો પોતાનો તુવેરનો જથ્થો વેચવા માંગતા હોય તેઓએ i-pds પોર્ટલ પર ઓનલાઇન ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે.

તા.૧ થી ૩૧ જાન્યુ.-૨૦૧૯ સુધીમાં i-pds પોર્ટલ પર ઓનલાઇન નોંધણી

આ અંગે રસ ધરાવતા ખેડૂતોએ તા. ૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી પોતાની ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે ખેડૂતોએ ચાલુ વર્ષમાં તુવેરના વાવેતરનો ઉલ્લેખ સાથેના નમૂના ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ તથા બેન્કની વિગતો રજૂ કરવાની રહેશે. ૭/૧૨માં વાવેતરનો ઉલ્લેખ ના હોય તો વાવેતર અંગે તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તુવેરનો જથ્થો ભારત સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ અનુસાર ફેર એવરેજ કવાલિટી મુજબનો ખરીદવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,બહોળી સંખ્યામાં રાજ્યના ખેડૂતો લાભ લઇ શકે તે હેતુથી રાજ્યના ૧૦૧ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૯થી તા. ૧૪મી એપ્રિલ ૨૦૧૯ સુધી તુવેરની ખરીદી કરવામાં આવનાર છે. આ અંગે વધુ વિગતો માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ના તાલુકા ગોડાઉનના મેનેજર તથા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવા મેનેજર એમ.એસ.પી. દ્વારા જણાવવામાં આવ્યું છે.