Not Set/ લગ્ન સિઝન શરૂ થતાં સોનાના ભાવ વધ્યાં, ડિમાન્ડમાં મંદી

અમદાવાદ, ડિસેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે અને લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. લગ્ન સિઝન આવતા સોનાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. સોનાના ભાવ 10 ગ્રામના 32,000 રૂપિયા સુધી પહોંચ્યા છે. સોના ભાવમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જોકે સોનાના ભાવ 5 નવેમ્બરે 33 હજાર રૂપિયા સુધી પહોંચ્યા હતા એ પછી 5 […]

Top Stories Ahmedabad Business

અમદાવાદ,

ડિસેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે અને લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. લગ્ન સિઝન આવતા સોનાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. સોનાના ભાવ 10 ગ્રામના 32,000 રૂપિયા સુધી પહોંચ્યા છે. સોના ભાવમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

જોકે સોનાના ભાવ 5 નવેમ્બરે 33 હજાર રૂપિયા સુધી પહોંચ્યા હતા એ પછી 5 ડિસેમ્બરે ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. નવેમ્બરના અંતમાં સોનાના ભાવ 32 હજારની નીચે પહોંચ્યા હતા પરંતુ 2 દિવસથી ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદના એરકોર્ગો કોમ્પલેક્ષ ખાતે ગોલ્ડની આયાત 7.395 મેટ્રીક ટન અને સિલ્વરની આયાત 21.79 મેટ્રીક ટન થઇ છે. છેલ્લા બે મહિનાની સરખામણીમાં ગોલ્ડની આયાતમાં વધારો થયો છે.

જોકે બીજી તરફ કેટલાક જ્વેલર્સનો એવો દાવો છે કે માર્કેટમાં ડિમાન્ડ જોઇએ તેટલી નથી. ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં લગ્નો આવતા હોવાથી આયાતકારોએ ગોલ્ડની આયાત વધારે પ્રમાણમાં કરી છે. માર્કેટમાં વેપારીઓનું કહેવું છે કે ,નવેમ્બર અને ડિસેમ્બરમાં એનઆરઆઇ દ્વારા જે ગોલ્ડની ખરીદી કરવામાં આવે છે તે હાલ દેખાતી નથી.

ડિસેમ્બર મહિનામાં લગ્નના મુહૂર્ત બહુ ઓછા છે તેની સામે વેપારીઓ ફેબ્રુઆરી મહિના સુધીનો સ્ટોક કરીને બેઠા છે.