Not Set/ વેસ્ટઇંડિઝ પ્રવાસે નહીં જાયો ધોની,આર્મી રેજીમેન્ટ સાથે પસાર કરશે 2 મહિના

મુંબઇ, છેલ્લા કેટલાક દિવસોથી મહેન્દ્રસિંહ ધોનીના રિયાયર્ડમેન્ટની અફવાઓ ફેલાઇ રહી છે, પરંતુ હવે તેને લઇને નવા જ અહેવાલ સામે આવ્યાં છે,ધોનીએ સંન્યાસ અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ મામલે અફવાઓ નો અંત લાવી દીધો છે એમએસ ધોનીએ બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે તે આગામી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જશે નહીં. તે આગામી 2 મહિનાનો સમય આર્મીને આપવાનો હોવાથી […]

Top Stories Sports
arm 15 વેસ્ટઇંડિઝ પ્રવાસે નહીં જાયો ધોની,આર્મી રેજીમેન્ટ સાથે પસાર કરશે 2 મહિના

મુંબઇ,

છેલ્લા કેટલાક દિવસોથી મહેન્દ્રસિંહ ધોનીના રિયાયર્ડમેન્ટની અફવાઓ ફેલાઇ રહી છે, પરંતુ હવે તેને લઇને નવા જ અહેવાલ સામે આવ્યાં છે,ધોનીએ સંન્યાસ અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ મામલે અફવાઓ નો અંત લાવી દીધો છે એમએસ ધોનીએ બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે તે આગામી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જશે નહીં. તે આગામી 2 મહિનાનો સમય આર્મીને આપવાનો હોવાથી તેણે આ નિર્ણય લીધો છે.

ધોનીએ બીસીસીઆઈને જાણ કરી છે કે તે અત્યારે 2 મહિના માટે કોઈ પણ ક્રિકેટ મેચ નહીં રમે અને તે સમય દરમ્યાન તે પૈરા સૈન્ય રેજિમેન્ટમાં સામેલ થશે અને આર્મીમાં ફરજ નિભાવશે.

ટીમ ઇન્ડિયા 3 ઓગષ્ટથી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ જશે, જ્યાં 3 ટી-20 ઇન્ટરનેશનલ, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમાવાની છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પણ આ જાણકારી આપી દેવામાં આવી છે, બીજી તરફ ધોનીએ સન્યાસની કોઇ વાત ન કરતા અફવાઓનો અંત આવી ગયો છે.

નોંધનીય છે કે ધોની ભારતીય સેનાએ ધોનીને લે.કર્નલનો દરજ્જો આપ્યો છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.