અવસાન/ કથક ડાન્સર અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન

દેશનાં પ્રખ્યાત કથક ડાન્સર અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 83 વર્ષનાં હતા. તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

Top Stories India
કથક ડાન્સર બિરજૂ મહારાજ
  • પ્રખ્યાત કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન
  • 83 વર્ષની વયે હાર્ટ એટેકથી થયું અવસાન
  • પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ટ્વિટ કરીને આપી જાણકારી
  • પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા હતા બિરજુ મહારાજ
  • બોલિવૂડ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ

દેશનાં પ્રખ્યાત કથક ડાન્સર અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 83 વર્ષનાં હતા. તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા મહારાજ જીનાં નિધનની જાણકારી આપી છે.

આ પણ વાંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર

પોતાના કથક નૃત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત બિરજુ મહારાજનું રવિવારે મોડી રાત્રે નિધન થયું છે. 83 વર્ષીય બિરજુ મહારાજનું હાર્ટ એટેકનાં કારણે નિધનનાં સમાચાર પ્રાપ્ત થયા છે. અહેવાલો અનુસાર, બિરજુ મહારાજ રવિવારે મોડી રાત્રે તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા. આ પછી તેમના સંબંધીઓ તેમને દિલ્હીનાં સાકેતની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ થોડા દિવસો પહેલા કિડનીની સમસ્યામાંથી સાજા થયા હતા અને હાલમાં ડાયાલિસિસ પર હતા. પંડિત બિરજુ મહારાજનાં નિધનથી ભારતીય કલા જગતે પોતાનો એક અનોખો કલાકાર ગુમાવ્યો છે. બિરજુ મહારાજ, જેઓ પંડિતજી અથવા મહારાજજી તરીકે જાણીતા છે, તેઓ દેશનાં ટોચનાં કથક નર્તકોમાંના એક ગણાય છે. દાયકાઓ સુધી તેઓ કલા જગતનાં વડા રહ્યા છે. તેઓ કથક નર્તકોનાં મહારાજા પરિવારનાં છે. તેમના કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ કથક નર્તક હતા. આ સિવાય તેમના પિતા અને ગુરુ અચ્છન મહારાજ પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં મોટા કલાકાર હતા. બિરજુ મહારાજને કથક નૃત્ય દ્વારા સામાજિક સંદેશ આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના નિધન પર કલા જગતની ઘણી મોટી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો – OMG! / એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. તેમણે સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ માટે સંગીત આપ્યું હતું. બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળ્યા હતા. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.