અરવલ્લી/ ત્રણ વર્ષની માસૂમ બાળકી પર પિતાના મિત્રએ જ આચર્યું દુષ્કર્મ, બાળકીનું મોત થતાં હેવાને કર્યું આવું..

અરવલ્લી જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં તેના પિતાના મિત્રએ માસૂમ બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 31T113535.714 ત્રણ વર્ષની માસૂમ બાળકી પર પિતાના મિત્રએ જ આચર્યું દુષ્કર્મ, બાળકીનું મોત થતાં હેવાને કર્યું આવું..

Arvalli News: અરવલ્લી જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં તેના પિતાના મિત્રએ માસૂમ બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યું છે. આ ઘટના જિલ્લાના ધનસુરા તાલુકામાં બની હતી. અહીંના એક ગામમાં તેના પિતાનો મિત્ર ત્રણ વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ ગયો અને તેની સાથે અત્યાચાર ગુજાર્યો. બળાત્કારને કારણે બાળકીનું મોત થયું હતું. આરોપીની ઓળખ નરાધમ જયંતિ અલખા પરમાર તરીકે થઈ છે.

આ દુષ્ટ વ્યક્તિએ બાળકી સાથે એટલો બર્બરતા દાખવી હતી કે માસૂમ બાળકીના શરીર પર ઘણી જગ્યાએ કરડવાના નિશાન જોવા મળ્યા હતા. પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ બાળકીના મૃતદેહને તેના જ ઘરમાં પલંગમાં છુપાવી દીધો હતો. આ માહિતી મળતા જ બાળકીના કાકાએ ધનસુરા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામાની તૈયારી કરી હતી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સીએચસી ખાતે મોકલી આપી હતી. આરોપી ફરાર છે. પોલીસ તેને પકડવા પ્રયાસ કરી રહી છે.

રાજકોટમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી

આ પહેલા ઓક્ટોબર મહિનામાં રાજકોટમાંથી એક બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી હતી. ત્રણ લોકોએ આઠ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેની પથ્થર મારીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છોકરીનો મૃતદેહ શહેરના રેલ્વે સ્ટેશનની પાછળ એક નિર્જન જગ્યાએથી 7 ઓક્ટોબરના રોજ મળી આવ્યો હતો, તેના ગુમ થયાના એક દિવસ પછી. શહેર ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાતમી માહિતીના આધારે આરોપીઓની ઓળખ કરી ત્રણેયની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:ભાવનગર/ભાગીદારીમાં ખરીદી ભેંસ, બીજા ભાગીદારે બરોબાર વેચી દીધી ભેંસ ત્યારબાદ….

આ પણ વાંચો:મહેસાણા/જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનનો મામલો, ભારે જહેમત બાદ આખરે ઊંઝામાંથી

આ પણ વાંચો:Gujarat/અમેરિકા જવા માટે ₹40 લાખથી 1.25 કરોડમાં થઈ હતી ડીલ, નિકારાગુઆ-મેક્સિકોથી થવાની હતી એન્ટ્રી