Not Set/ બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે અને ત્રીજીની ભવિષ્યવાણી છે. પણ બીજી લહેરમાં જે લોકો કોરોનાની સંક્રમિત થયા છે. તેમના શરીરમાં બીજી અનેક બિમારીઓ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

Gujarat Mantavya Exclusive India
FUNGAS 1 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે અને ત્રીજીની ભવિષ્યવાણી છે. પણ બીજી લહેરમાં જે લોકો કોરોનાની સંક્રમિત થયા છે. તેમના શરીરમાં બીજી અનેક બિમારીઓ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પહેલાંથી જ કોરોના પછી દર્દીઓમાં બ્લેકફંગસનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે અને દેશભરમાં તેના દર્દીઓ સામે આવ્યા છે. તેનું પ્રમાણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ જોવા મળ્યુ છે. બ્લેકફંગસ.,વ્હાઇટ ફંગસ અને યલો ફંગસ. અલગ અલગ પ્રકારના કિસ્સામાં અલગ અલગ પ્રકારની ફૂગના દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે હવે આ ફંગસ દર્દીઓ માટે ગળાની ફાંસ બનતી જઇ રહી છે. બ્લેકફંગસમાંથી બચેલા દર્દીઓમાં હવે જે બિમારી વધી રહી છે તે છે એસ્પરજીલોસિસ’,

વડોદરા અને રાજકોટમાં છે સંક્રમણ
આખા દેશમાં બ્લેકફંગસના કેસોની વધારે સંખ્યા ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં બ્લેકફંગસના કેસો સતત વધી રહ્યા છે. તેની વચ્ચે ડોક્ટરોની સામે એક નવા પ્રકારના ફંગલ ઇન્ફેક્શને દરવાજો ખખડાવ્યો છે. બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ બાદ હવે એસ્પરજીલોસિસનામની ફંગસના કેસો સામે આવી રહ્યા છે. ગુજરાતના વડોદરા અને રાજકોટમાં લગભગ આવા ૧૦૦ જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

FUNGAS 11 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

શું છે એસ્પરજીલેસિસ?
એસ્પરજીલોસિસ એક પ્રકારના મોલ્ડના કારણે થતું સંક્રમણ છે. એસ્પરજીલોસિસના સંક્રમણથી થનારી બિમારીઓ ખાસ કરીને શરીરીની શ્વસનપ્રક્રિયાને વધારે પ્રભાવિત કરે છે. પણ તેના લક્ષણ અને ગંભીરતા અલગ અલગ પ્રકારની હોય છે. બિમારીઓને ટ્રિગર કરનારૂ મોલ્ઙ.,એસ્પરજીલોસિસ ઘરના અંદર અને બહાર દરેક સ્થળે હાજર હોય છે. મોટાભાગના લોકોના શરીરમાં એસ્પજીલોસિસના વિષાણું શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશ કરે છે પણ તેઓ બિમાર પડતા નથી. પણ જો તેમના શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય અને ફેફસાને લગતી જો કોઇ બિમારી હોય તેવા લોકોમાં એસ્પરજીલોસિસના લીધે સમસ્યાઓ વધવાનો ખતરો હોય છે. એસ્પરજીલોસસિસ સામાન્ય રીતે એવા લોકોમાં જોવા મળી રહયુ છે. જેમની ઇમ્યુનિટી નબળી છે. જો કે તે બીજા કેટલાક દર્દીઓમાં પણ જોવા મળી રહ્યુ છે. જો કે એસ્પરજીલોસિસ જે હાલમાં કોવિડના દર્દીઓમાં જોવા મળી રહ્યુ છે તે દુર્લભ છે. એક્સપર્ટનું માનવું છે કે એસ્પરજીલોસિસ બ્લેકફંગસ જેટલું ધાતક નથી પણ ઘણી વાર તે જીવલેણ સાબિત થઇ શકે છે.

FUNGAS 12 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

ઓછી ઇમ્યુનિટીને માનવામાં આવી રહ્યુ છે કારણ
એસ્પરજીલોસિસ કોવિડમાંથી સાજા થયેલા લોકોમાં જોવા મળી રહી છે. જો કે કોવિડ-૧૯ના દર્દીઓમાં થઇ રહેલા અનેક પ્રકારના ફંગલ ઇન્ફેક્શન પાછળ સ્ટેરોઇડ અને ઓછી ઇમ્યુનિટીને જવાબદાર માનવામાં આવી રહી છે. તેની સાથે ઓક્સિજનને હાઇટ્રેટ કરવા માટે ચોખ્ખા પાણીનો ઉપયોગ ન કરવો પણ એક કારણ માનવામાં આવી રહ્યુ છે. જો કે કોરોનાના દર્દીઓમાં વધારે પડતો સ્ટેરોઇડનો ઉપયોગ પણ બ્લેક ફંગસ વધવાના કારણોમાંથી એક છે. અને એટલે જ હેલ્થ એક્સપર્ટને સ્ટેરોઇડને જરૂર કરતાં વધારેઉપયોગ ન કરવા માટે ચેતવવામાં આવ્યા છે.

FUNGAS 13 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

ઘરમાં પણ હોય એસ્પજીલોસિસ ફંગસના કણ
વૈજ્ઞાનિકોના તારણ મુજબ બેક્ટેરિયા દેરક સ્થળે હાજર હોય છે. તેવી જ રીતે આપણા ઘરની હવામાં પણ ફંગલના બેક્ટેરિયા હોય છે.આપણા ઘરની હવામાં જે ફંગસના બેક્ટેરિયા હોય છે તેમાં પ્રતિ ક્યુબિમ મિટર ફંગસના ૨પ૦ જેટલા કણ હોય છે. અને બહારની જે હવા હોય છે તેમાં ફંગલના કણ એક હજારથી લઇને પાંચ હજાર જેટલા પ્રતિક્યુબિક મિટર હોય છે. ઉનાળાના સમયમાં જ્યારે વાતાવરણ સુકુ હોય ત્યારે આવા વાતવરણમાં ફંગસના કણોની સંખ્યા ખુબ વધી જાય છે. અને તેમાં જ્યારે વરસાદ થાય ત્યારે જમીન પર ફંગસ થાય છે અને હવામાં ઉડતા ફંગસનું પ્રમાણ ઘટી જાય છે. ચોમાસાની સિજનમાં ફંગસ જમીન પર સેટલ થઇ જતી હોય છે અને હવામાં તેનું પ્રમાણ ઘણુ ઓછું હોય છે.

FUNGAS 14 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

ક્યાં હોય છે એસ્પરજીલોસિસ?
બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ અને યલો ફંગસની જેમ સ્પર જીલોસિસ પણ ફૂગનો જ એક પ્રકાર છે. માન્ય રીતે એસ્પર જીલોસિસ
ભિની માટીમાં,ગ્રીકલ્ચર પ્રોડક્ટમાં, લાંબા સમયથી સંગ્રહ કરેલા અનાજમાં, ભેજવાળા સ્થળો પર, કચરાના ઢગલાઓમાં
અને લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખેલા લોટમાં આ એસ્પર જીલોસિસ ફૂગનું પ્રમાણ જોવા મળે છે. સામાન્ય રીતે આ ફૂગ જમીનમાં, વાતવરણમાં અને એગ્રીકલ્ચર તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટમાં સડો લાગે ત્યારે જોવા મળે છે. સામાન્ય રીતે એસ્પર જીલેસિસના અલગ અલગ ફર્મમાં જોવા મળે છે. જે એલરજીના દર્દીઓ હોય તેમને સાઇનસમાં ફંગસનો ગોળો થઇ જાય છે. તે વધારે નુકશાન કરતું નથી. તો જે દર્દીને ખાંસી આવતી હોય,શ્વાસ ચઢતો હોય. જેને પંપ લેવો પડતો હોય, સ્ટેરોઇડ લેવું પડતું હોય. તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. એસ્પર જીલેસિસમાં ન્યુમોનિયા, અને ન્યુમોનિયામાં જે કોમ્પ્લીકેશન થાય. તે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે.

FUNGAS 15 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

એસ્પરજીલોસિસથી કોને હોય છે ખતરો?
ખાસ કરીને આ ફૂગનો ખતરો એટલા માટે વધ્યો છે.કારણ કે કોરોનાકાળમાં ડાયાબિટીસના દર્દીઓને જોખમ વધુ જોવા મળ્યું છે. અને તેના લીધે દર્દીઓમાં સાઇકોસ્ટાઇનનું પ્રમાણ પણ વધારે હોવાથી આવા દર્દીઓને સ્ટેરોઇડની વધારે પ્રમાણમાં જરૂર પડી. આવા દર્દીઓને વધારે સમય સુધી આઇસીયુમાં રહેવુ પડ્યું. એટલે કે.,સામાન્ય દર્દીઓની સરખામણીમાં આવા દર્દીઓની સારવાર લાંબો સમય ચાલે છે અને લાંબા સમય સુધી સ્ટેરોઇડ આપવામાં આવે છે. હવે સ્ટેરોઇડ આપવાથી ડાયાબિટિસના દર્દીઓમાં સુગરનું પ્રમાણ અનેક ઘણુ વધી જાય છે..ઘણા પ્રિડાયાબિટિક દર્દીઓ ડાયાબિટીક બની જાય અને જે લોકોમાં ડાયાબિટિસ પહેલાંથી જ છે તેમનામાં સુગર એટલું વધી જાય કે તેમને કંટ્રોલ કરવા પણ મુશ્કેલ બની જાય. ઇન્સ્યુલેશન પણ કામ ન કરે. આ પરીસ્થિતીને લીધે કોરોનામાંથી રિકવરી થતા હોય તેમનામાં છ અઠવાડિયા સુધી ઇમ્યુનિટી ડાઉન થવાથી અને સુગરનું પ્રમાણ વધારે હોવાથી ફંગલ ઇન્ફેક્શનના કેસોનું પ્રમાણ વધી ગયુ છે.

FUNGAS 7 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

મગજ સુધી પહોચી જાય છે એસ્પર જીલેસિસ ફંગસ
સામાન્ય રીતે એસ્પર જીલેસિસ ગ્રિનિશ યલો કલરની ફંગસ હોય છે. તેની સાથે સાથે બે ત્રણ પ્રકારની ફંગસ, એટલે કે બ્લેક, વ્હાઇટ અને યલો. તેમનામાં પણ એસ્પરજીલેસિસનું પ્રમાણ જોવા મળ્યુ છે. જ્યારે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે કોઇ પણ જાતનું ફંગસ કોઇન્ફેક્શન તરીકે લાગી શકે છે. તેમાં સામાન્ય વાતાવરણમાં કામ કરતાં હોય, જમીનનું કામ કરતાં હોય. ખેતિવાડીનું કામ કરતાં હોય. ત્યારે આવી ફંગસ નાક મારફતે તેમના શરીરમાં જતી હોય છે. પણ સામાન્ય સંજોગોમાં તેમને ઇન્ફેક્શન થતું નથી. પણ જ્યારે આવા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને સુગરનું પ્રમાણ વધારે હોય કે પછી શરીરમાં એસિડનું પ્રમાણ વધારે હોય. ત્યારે આ ફંગસ શરીરમાં ઘર કરી જાય છે. આ ફંગસ નાકમાંથી પ્રવેશીને ઓરબિટના હાડકાને નુંકશાન કરે છે. ઘણી વખત તે ખોપરીના હાડકાને પણ નુકશાન કરી મગજ સુધી પહોચી જાય છે.

FUNGAS 8 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

એસ્પર જીલેસિસના પ્રકાર અલગ અલગ હોય છે
શ્વાસ લેવા દરમિયાન મોટાભાગના લોકોના શરીરમાં આ ફંગસ પ્રવેશી જાય છે. પણ સ્વસ્થ વ્યક્તિના શરીર પર તેની કોઇ અસર થતી નથી. એસ્પર જીલેસિસની બિમારીના પ્રકાર અલગ અલગ હોય છે. તેમાંથી એક છે ઇનવેસિવ એસ્પરજીલેસિસ. આ સંક્રમણનો ખુબ જ ગંભીર પ્રકાર છે. જેનું સંક્રમણ શરીરની રક્તવાહિનીઓમાં ફેલાય છે. અને જો સમયસર તેનો ઇલાજ ન કરવામાં આવે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. જયારે દર્દીમાં ઇન્વેશિવ એસ્પર જીલેસિસ હોય ત્યારે મૃત્યુદર વધારે હોય છે. તો મ્યુકોરમાઇકોસિસ હોય તેનો મૃત્યુ દર ૭૬ ટકાનો હોય છે. પણ સાઇનસમાં સૌથી વધારે મ્યુકોર માઇકોસિસ જોવા મળે છે. ડોક્ટરો કહે છે કે એસ્પર જીલેસિસના દર્દીઓ સામાન્ય સંજોગોમાં પણ આવતા હોય છે. પણ ને ઇન્વેસિવ એસ્પર જીલેસિસના દર્દીઓ આવે છે તે પોસ્ટ કોવિડ દર્દીઓમાં વધારે જોવા મળે છે.

FUNGAS 9 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

એસ્પર જીલોસિસથી બચવા શું કરવું?
ભેજવાળા વાતાવરણમાં ન જવુ જોઇએ, સડેલા અનાજના દાણા કે ફ્રુટનો ઉપયોગ ન કરવો, બ્રેડ, અને કચરાના ઢગલાથી દુર રહેવુ જોઇએ, કંન્સ્ટ્રક્શન સાઇડ પર જતા પહેલાં માસ્ક પહેરવુ જોઇએ, ફ્રીજની સાફસફાઇ રેગ્લુલર કરવી જોઇએ, શાકભાજીને સુંઘવા ન જોઇએ, સામાન્ય રીતે ફૂગ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે હૂમલો કરે છે. જે લોકો કેમોથેરાપી લેતા હોય. લીવરના રોગોની સારવાર ચાલતી હોય. જેમની કિડની ફેલ્યોરની મુશ્કેલી હોય જેણે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય. આવા તમામ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. અને આવા તમામ દર્દીઓએ એસ્પરજીલેસિસથી બચવા સાવધાની રાખવી જોઇએ.

FUNGAS 10 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

એસ્પર જીલેસિસ સંક્રમણના શું છે લક્ષણ?
વહેતું નાક, માથાનો દુખાવો, ઉધરસ, ઉધરસ સાથે લોહી આવવુ, તાવ, સુંઘવાની  ક્ષમતા ઓછી થવી, છાતીમાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી નો અનુભવ દર્દીઓને જોવા મળે છે. જ્યારે વિશેષજ્ઞો કહે છે કે એસ્પર જીલેસિસના સંક્રમણમાં બીજા અન્ય લક્ષણો પણ વિકસિત થઇ શકે છે. જો સંક્રમણ ફેફસાથી શરીરના બીજા ભાગોમાં ફેલાઇ જાય છે.

FUNGAS 3 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

કોરોનાથી રિકવર થયાના ૨૦ દિવસમાં હોય છે ખતરો
એસ્પર જીલોસિસ હોય,વ્હાઇટ ફંગસ હોય કે બ્લેક ફંગસ. ફંગસની સારવાર સમયસર થાય તો બચી શકાય છે. પણ સૌથી ખતરનાક બ્લેકફંગસ જ છે. જે શરીરના લોહીની મુખ્યનસમાં પહોચીને નસને બ્લોક કરી દે છે. અને એટલા માટે તે શરીર માટે ઘાતક બને છે. એસ્પર જીલોસસીસ મ્યુકોરમાઇકોસિસ જેટલું ઘાતક નથી. પણ જો તેની વહેલી સારવાર ન થાય તો તે એટલું સરળ પણ નથી. ખાસ કરીને કોરોનામાંથી રિકવર થયા બાદ ૨૦થી ૪૦ દિવસમાં એસ્પર જીલેસિસ ફુગ થવાની શક્યતા રહેતી હોય છે. વડોદરા અને રાજકોટમાં આવા કેસો સામે આવ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિલોમાં થઇને રાજકોટમાં આવા ૧૦૦ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

FUNGAS 4 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી

એસ્પર જીલોસિસને ઓળખવા બાયોપ્સીની જરૂર પડે છે
ઇમ્યુન સિસ્ટમ નબળી પડવાથી દરેક સમયે શરીરને થાક લાગે છે. તેવામાં ફંગસથી સંક્રમિત થયા બાદ થાક વધારે વધી જાય છે અને તે એટલે સુધી વધી જાય છે કે તમને રોજીંદા કામો કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. એસ્પરજીલેસિસની ઓળખાણ કરવી ક્યારેક મુશ્કેલ પણ બની જાય છે. અને તેના માટે બાયોપ્સીની પણ મદદ લેવી પડે છે. તે ઉપરાંત બ્લડ ટેસ્ટ, ચેસ્ટ એક્સરે. સીટી અને ફેફસાને સ્કેન કરવાની પણ તબીબો સલાહ આપે છે. આ બિમારીની સારવાર પણ બ્લેક અને વ્હાઇટ ફંગસની જેમ જ કરવામાં આવે છે. અને વધારે ફેલાય તો સર્જરી પણ કરવી પડે છે.

FUNGAS 5 બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z માહિતી