આક્રોશ/ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વોટ માંગવા ગામમાં આવવું નહિ, ગ્રામજનોનો આક્રોશ

ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વોટ માંગવા ગામમાં આવવું નહિ, ગ્રામજનોનો આક્રોશ

Top Stories Gujarat Others
રાકેશ ટીકૈત 10 ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વોટ માંગવા ગામમાં આવવું નહિ, ગ્રામજનોનો આક્રોશ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના ગ્રામજનોએ મતદાન ના કરવાની ચીમકી ઉચ્ચારી છે. આશરે 4600ની વસ્તી ધરાવતા આ કુંવારા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અને ગામના દ્વારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને વોટ માંગવા ગામમાં આવવું નહિ તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા તડામાર તૈયારી કરી દીધી છે ત્યારે પાટણ જિલ્લામાં પણ ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભાઈ ગઈ છે. જોકે સિદ્ધપુર તાલુકાનું એક એવું ગામ જ્યાંના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનો દ્વારા આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવતા રાજકારણ ગરમાયુ છે છેલ્લા 15 વર્ષથી ગ્રામજનો દ્વારા રસ્તા અને ખેતી માટે પાણીની માંગ કરવામાં આવી રહી છે.  જોકે તેમ છતાંય કામ નહીં થતા ગ્રામજનોએ ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની ચીમકી આપી છે. અને કોઈ પણ નેતાઓએ મત માંગવા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

4600ની વસ્તી ધરાવતા કુંવારા ગામાં 75 ટકા લોકો ભાજપની વિચારધારાને વરેલા છે હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર પણ ભાજપની હોવા છતાંય આ ગામની સમસ્યાઓ દૂર થતી નથી. ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સી.એચ.સી તેમજ ધો. 9 થી 12 ની હાઈસ્કૂલ આવેલ છે તેમજ એચ.એસ.સી. પરીક્ષા કેન્દ્ર પણ છે ત્યારે આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે કુંવારા થી વરસીલા ગામ જવાનો રોડ, તેમજ કુંવારાથી વિડ વાઘરોલ જવાનો રોડ ની મોટી સમસ્યા છે તેમજ બોરના તળ નીચા જવાથી પાણીની મોટી સમસ્યા છે કુંવારા ગામનું તળાવ અને ગૌચર તળાવમાં પાણી ભરવામાં આવતા નથી. જેનો ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓની માંગણી નહિ સંતોષાય ચૂંટણીનો બહિષ્કાર કરી આગામી સમયમાં ભારે આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

Vaccine / અહીં કલેકટર રસી લેવાનો ઇન્કાર કરાતાં અન્ય કર્મીઓમાં શંકા કુશંકા થઈ ઉભી

Vaccine / રાજ્યમાં બીજા તબ્બકામાં કોણે કયા લીધી રસી આવો જાણીએ…

Cricket / BCCIના વડા સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ત્રણ દિવસ અગાઉ કરવામાં આવી હતી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો