Not Set/ જમાલપુર સ્મશાનમાં એક સાથે 6 મૃતદેહો ચિતા પર, બીજા 4 વેટિંગમાં

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતી જઇ રહી છે. વળી અમદાવાદમાં દરરોજ કોરોનાનાં કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે…

Top Stories Ahmedabad Gujarat
mmata 66 જમાલપુર સ્મશાનમાં એક સાથે 6 મૃતદેહો ચિતા પર, બીજા 4 વેટિંગમાં

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતી જઇ રહી છે. વળી અમદાવાદમાં દરરોજ કોરોનાનાં કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એક તરફ હોસ્પિટલમાં અને ઇન્જેક્શનમાં પણ વેટીંગ છે ત્યારે અમદાવાદનાં સ્મશાનોમાં પણ મૃતકોનાં સ્વજનોએ કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે.

mmata 67 જમાલપુર સ્મશાનમાં એક સાથે 6 મૃતદેહો ચિતા પર, બીજા 4 વેટિંગમાં

શ્વાસની તંગી / કોરોનાની બીમારીમાં ઓક્સિજનની માંગમાં થયો એકાએક વધારો

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની જ સ્થિતિનું નિર્માણ થયુ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદનાં સપ્તઋષિ સ્મશાન ગૃહ એટલે કે જમાલપુરનાં સ્મશાન પર રિયાલિટી ચેક કરવા જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝનાં કેમેરામાં કેદ થયા હતા. સ્મશાનમાં એક સાથે 6 ચિતા સળગી રહી હતી ત્યારે બીજી તરફ 4 જેટલા મૃતદેહ અંતિમ ક્રિયા માટે લાઈનમાં હતા. ત્યારે અહીંયા સવાલ એ જ છે કે હકીકતમાં જે આંકડાઓ સામે આવે છે તેના કરતાં વાસ્તવિક પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે.

mmata 68 જમાલપુર સ્મશાનમાં એક સાથે 6 મૃતદેહો ચિતા પર, બીજા 4 વેટિંગમાં

સાવધાન! / જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોનાનાં કારણે સ્મશાનોમાં અંતિમવિધિ માટે મૃતકનાં પરિવારજનોને લાંબી લાઇનમાં ઉભા રહેવાનો સમય આવ્યો છે. આ પહેલા સમય હતો કે કોઇનું મોત થાય તો તે એક વ્યક્તિની મોત પર મોટી સંખ્યામાં લોકો સ્મશાનગૃહમાં આવતા હતા, જ્યારે આજે સમયનું ચક્ર એવુ કેવુ ફરી ગયુ છે કે, સ્મશાનમાં લોકો નહી પણ લાશો મોટી સંખ્યામાં જોવા મળી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ