આજે વૈશ્વિક મહામારી કોરોના એ ભારતવાસીઓનાં શ્વાસ અધ્ધર કરી દીધા છે. છેલ્લા અઠવાડિયાથી આ મહામારીમાં મૃત્યુઆંક પણ ચિંતાજનક હદે વધી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણમાં માનવ જિંદગીને બચાવવા ઓક્સિજનની તીવ્ર તંગી સર્જાઈ રહ્યાની બૂમરાણ ઊઠી છે.
સાવધાન! / જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO
કોરોનાનાં દર્દીઓની સારવારમાં સંજીવની સાબિત થતા ઓક્સિજનની માંગમાં એકાએક તીવ્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં એકમાત્ર વઢવાણમાં આવેલ સ્ટીલ મેન નામની કંપની નાં 2 unit માં દરરોજનું 700 થી વધુ ઓક્સિજન રીફીલનું ઉત્પાદન થઈ રહ્યું છે. કંપનીનાં સંચાલકનાં જણાવ્યા મુજબ વઢવાણ અને શેખપર ખાતેનાં બંને યુનિટમાં સવારનાં 6 થી રાતનાં 11 કલાક સુધી ઓવર શિફ્ટમાં કારીગરો કામ કરીને રીફીલનું ઉત્પાદન કરી રહ્યા છે. કંપનીનાં બંને યુનિટમાં દરરોજનું 700 થી 800 ટન રીફીલનું ઉત્પાદન થાય છે. પરંતુ કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાને લઇ હજુ ઓક્સિજનની માંગ વધતા refille નું ઉત્પાદન વધારવાની જરૂરિયાત જણાઈ રહી છે.
OMG! / એલોન મસ્કની ગર્લફ્રેન્ડની પીઠ પર દેખાયા એલિયને કરેલા ઇજાનાં નિશાન, જાણો શું છે હકીકત?
આ સ્ટીલ મેન ઓક્સિજન પ્લાન્ટ લિક્વીડ બેઇઝ હોય વધુ પ્રમાણમાં કાચું લિક્વિડ મળી રહે તો જ આગામી સમયમાં ઓક્સિજનની વધતી જરૂરિયાત મુજબ ઓક્સિજન રીફીલનું વધુ માત્રામાં ઉત્પાદન થઈ શકે, એમ ઉત્પાદકે માહિતી આપતા જણાવ્યું હતું. હાલ ઓક્સિજન રીફીલનું વિતરણ જે તે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ ઉપરથી થઈ રહ્યું છે. પરંતુ ઓક્સિજનની વધતી માંગને ધ્યાને લઇ ઉત્પાદક ઉદ્યોગપતિ પાસેથી આગામી બે-ત્રણ દિવસમાં ઓક્સિજન રીફીલનું વિતરણ સરકાર હસ્તગત શરૂ થાય તેવા એંધાણો સર્જાયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
