Not Set/ જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીની ઝપટમાં છે. ત્યારે આ વચ્ચે હવે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંગળવારે માંગ કરવામાં આવી છે….

Top Stories World

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીની ઝપટમાં છે. ત્યારે આ વચ્ચે હવે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંગળવારે માંગ કરવામાં આવી છે કે મહામારીનાં વધુ ફેલાવાને અટકાવવા બજારોમાં જીવતા જંગલી સ્તધાનરી પ્રાણીઓનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે.

કોરોના એલાર્મ / હવેે કોરોના થશે તે પહેલા ખબર પડી જશે, અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વિશિષ્ટ ચીપ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘માણસોમાં ફેલાઇ રહેલા 70 ટકા સંક્રમણનાં રોગ પ્રાણીઓ, ખાસ કરીને સ્તનધારી પ્રાણીઓનાં કારણે થાય છે. જંગલી, પ્રાણીઓમાં નવા રોગો થવાનું જોખમ રહેલું છે. ‘આપને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં, WHO નાં નિષ્ણાંતોની એક ટીમ ચીન ગઈ હતી. આ ટીમે પણ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે કોરોના વાયરસ પ્રાણીઓ દ્વારા સંભવત: માનવોમાં આવ્યો હતો.

Covid-19 / વાયરસે યુરોપનાં દેશોમાં સૌથી વધુ મચાવી તબાહી, 1 મિલિયનથી વધુ લોકોનાં થયા મોત

અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સૌથી વધુ શંકાસ્પદ વાત એ છે કે ચામાચીડિયામાંથી કોરોના વાયરસ બીજા પ્રાણીમાં ગયો અને ત્યાંથી માણસોમાં ફેલાયો. સંશોધનકારોએ SARS-CoV-2 વાયરસનાં ઉદ્ભવ માટેનાં ચાર મોટા કારણો ટાંક્યા. જેમા, એક પ્રાણી દ્વારા બીજા પ્રાણીમાં ચેપ ફેલાવાની શક્યતાને મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. ચામાચીડિયાથી સીધા માનવોમાં ચેપ થવાની સંભાવના નજીવી હોવાનું જાણવા મળ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ