શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરાવવાનું અભિયાન જારી છે. લશ્કર અને સીઆરપીએફના જવાનો સ્થાનિક પોલીસ સાથે મળીને આ અભિયાન ચલાવી રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે રાજૌરી જિલ્લામાં લશ્કરે આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમા ત્રણથી ચાર આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હોવાના પગલે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
તેમને પકડવા માટે પોલીસ સાથે સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. સોમવારે મોડી સાંજે જ્યારે આતંકીઓએ કોર્ડન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરક્ષા દળોએ તેમને રોકવા માટે ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સોમવારે એન્કાઉન્ટર શરૂ થયું
માહિતી અનુસાર, રવિવારે સુરક્ષા દળોએ છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે રાજૌરી જિલ્લાના કાલાકોટ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. રવિવારે શરૂ થયેલું આ અભિયાન સોમવારે પણ દિવસભર ચાલુ રહ્યું હતું. સોમવારે મોડી સાંજે, જ્યારે છુપાયેલા આતંકવાદીઓએ કોર્ડન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે સુરક્ષા દળો સાથે અથડામણ શરૂ થઈ.
જમ્મુના સંરક્ષણ પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પહેલી ઓક્ટોબરના રોજ ગુપ્તચર એજન્સી પાસેથી માહિતી મળી હતી કે રાજૌરી વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકોની હિલચાલ ચાલી રહી છે. આ માહિતી બાદ ભારતીય સેના અને પોલીસ દ્વારા કાલાકોટમાં સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદીઓ પર નજર રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અભિયાન હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચોઃ India Vs Nepal Highlights/ ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું, સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું,યશસ્વીની શાનદાર સદી
આ પણ વાંચોઃ Terrorist Arrested/ દિલ્હીના અક્ષરધામ મંદિરમાંથી પકડાયા ત્રણ આતંકવાદી
આ પણ વાંચોઃ Destruction Site/ સુરતમાં કન્સ્ટ્રકશન સાઇટ બની ડિસ્ટ્રકશન સાઇટઃ શ્રમિકે ગુમાવ્યો જીવ