Covid-19 Update/ રાજ્યમાં ત્રીજી લહેરની ત્સુનામી, જાણો આજે ક્યાં નોંધાયા કેટલા કેસ ?

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આજ રોજ રવિવારે  6000+ કેસ નોંધાય છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.

Top Stories Gujarat
corona

ગુજરાત રાજ્યમાં સરકારના કોરોનાને નાથવા માટેના પગલાં વામણા સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત  મોટો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવા તોતિંગ કેસ નોંધાઇ રહ્યા છે.  રાજ્યના આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા લેવામાં આવતા તમામ તકેદારીના પગલા કોરોના કેસ સામે વામણા પુરવાર થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આજ રોજ રવિવારે  6000+ કેસ નોંધાય છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  કોરોનાના 6275 કેસ નોંધાય છે.  જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2487 કેસ નોંધાય છે.

  • સુરત શહેરમાં 1696, વડોદરામાં 347 કેસ
  • રાજકોટમાં 194, વલસાડમાં 107 કેસ
  • નવસારીમાં 118, ભાવનગરમાં 98 કેસ

છેલ્લા 24 કલાકમાં 1263 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27913 છે. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,58,714 પહોંચ્યો  છે.  તો  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,24,163 છે. રાજ્યમાં ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી.

 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકાર દ્વારા કર્ફ્યૂ ની મર્યાદા વધારી દેવામાં આવી છે. તો સાથે રાજ્યના દસ શહેરોમાં રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખી દેવામાં આવ્યો છે. તો સાથે બીજા પણ અનેક નિયંત્રણો નાખી દેવામાં આવ્યો છે. રાજ્યમાં વયસ્ક ની સાથે સાથે 15 વર્ષથી ઉપરના બાળકોનું પણ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

World / અફઘાનિસ્તાનમાં નાસભાગ દરમિયાન ગુમ થયેલ બાળક મહિનાઓ બાદ મળી આવ્યું, અત્યારે છે આવા હાલ..

Business / હવે મુકેશ અંબાણીએ ખરીદી છે આ આલીશાન હોટેલ, એક રૂમનો ચાર્જ 10 લાખથી વધુ!

રાજકીય / અમદાવાદ કોંગ્રેસમાં બળવો, 11 કોર્પોરેટરોએ આપ્યું રાજીનામું

National / હવે સ્વચ્છ નવા પ્લેટફોર્મ માટે મુસાફરોએ ચૂકવવી પડશે ફી, રેલ ભાડામાં થશે વધારો

મહારાષ્ટ્રમાં ભયંકર સ્થિતિ / સેંકડો ડૉક્ટરો કોરોના સંક્રમિત, તો અનેક પોલીસકર્મીઓના મોત