Vadodara/ પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક ફરિયાદ, સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

વડોદરાનાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. બગલામુખી મંદિરનાં ઢોંગી અને બહુ ચર્ચારે ચડેલા પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવતા ફરી શહેરમાં પ્રશાંત ચર્ચાનાં ચકડોળે ચડેલો જોવામાં આવી રહ્યો છે.  નોંધવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદની વિગતો જોવામાં આવે તો, 2015માં પ્રશાંતનાં જ એક સેવકની સગીર […]

Gujarat Surat

વડોદરાનાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. બગલામુખી મંદિરનાં ઢોંગી અને બહુ ચર્ચારે ચડેલા પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવતા ફરી શહેરમાં પ્રશાંત ચર્ચાનાં ચકડોળે ચડેલો જોવામાં આવી રહ્યો છે. 

નોંધવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદની વિગતો જોવામાં આવે તો, 2015માં પ્રશાંતનાં જ એક સેવકની સગીર દિકરી પર બળાત્કાર કર્યો હતો તે સબબની ફરિયાદ નોંધવામાં આવી છે. ફક્ત દુષ્કર્મ જ નહીં પરંતુ ધૂત દ્વારા સગીરાનો વિડીયો બનાવી બદનામ કરવાની ધમકી પણ આપવામાં હતી. 

ફરિયાદ માહે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાખંડી પ્રશાંતે 10 વખત મરજી વિરૂદ્ધ પોતાની હવસ સગીરાની પીંખી સંતોષી હતી. સેવાનાં બહાને આશ્રમમાં બોલાવી વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સગીરાને કેફી ગોળીઓ આપી બળાત્કાર કરતો હતો.  

ગોત્રી પોલીસ મથકે પોસ્કો કલમ હેઠળ પાખંડી પ્રશાંત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને પ્રશાંત ઉપાધ્યાય અને તેની 3 મહિલા અનુયાયી સામે કાયદે ની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.