Ahmedabad News/ મેઘાણીનગરમાં યુવકનો આપઘાત

આપઘાત(Suicide) કરતા પહેલા યુવકે વિડિયો બનાવી કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હોવાનું જાણવા મળે છે

Gujarat Ahmedabad
પૃથ્વીસિહ રાજપૂત નામના યુવકે આપઘાત(Suicide) કરી જીવન ટૂંકાવ્યું છે

 Ahmedabad News : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પૃથ્વીસિહ રાજપૂત નામના યુવકે આપઘાત(Suicide) કરી જીવન ટૂંકાવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આપઘાત (Suicide)કરતા પહેલા યુવકે વિડિયો બનાવી કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હોવાનું જાણવા મળે છે.

યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે બુટલેગરના ત્રાસથી પૃથ્વીસિહે આ પગલું ભર્યું છે. વિડિયોમાં યુવકે માનવ નામના વ્યક્તિ પર મારપીટ અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો : મહિલાનો બે બાળકોની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ, અન્ય બનાવમાં માતાએ 4 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું