Gandhinagar News/ ગાંધીનગર સચિવાલયમાં જવાનનો આપઘાત

આપઘાત(Suicide) પાછળ કોઈ કૌટુંબિક કારણ, માનસિક તણાવ કે અન્ય કોઈ પરિસ્થિતિ જવાબદાર છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે

Gujarat Gandhinagar
સ્ટેટ રિઝર્વ પોલીસના જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા (Suicide)કરી જીવન ટુંકાવ્યું હતું

Gandhinagar News : પાટનગર ગાંધીનગરના સૌથી સુરક્ષિત ગણાતા સચિવાલય સંકુલમાં આજે એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિવાલયના ગેટ નંબર-3 પાસે ફરજ બજાવતા સ્ટેટ રિઝર્વ પોલીસના જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા (Suicide)કરી લેતા સમગ્ર પોલીસ તંત્રમાં અને સચિવાલય વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે।

મળતી માહિતી મુજબ, 49 વર્ષીય રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના વડોદરા સ્થિત ગ્રુપ-9 સાથે સંકળાયેલા હતા અને સચિવાલય ગેટ નંબર-3 પર સુરક્ષા ફરજમાં તૈનાત હતા। ગઈ રાત્રે તેઓએ રિલિવર પાસેથી ફરજ સંભાળી હતી। વહેલી સવારના સમયે રિલિવર લઘુશંકા માટે ઊઠ્યો ત્યારે આ દુર્ઘટનાની જાણ થઈ હતી।

પ્રાથમિક માહિતી અનુસાર, રાજેન્દ્રસિંહે સચિવાલય પરિસરમાં આવેલ એક લીમડાના ઝાડે પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। ચાલુ ફરજ દરમિયાન અને જાહેર સ્થળે આ પ્રકારની ઘટના બનતા અનેક પ્રશ્નો ઊભા થયા છે।

ઘટનાની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને પંચનામું પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે।

હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે। આપઘાત(Suicide) પાછળ કોઈ કૌટુંબિક કારણ, માનસિક તણાવ કે અન્ય કોઈ પરિસ્થિતિ જવાબદાર છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે। સચિવાલય જેવા અત્યંત વ્યસ્ત અને સુરક્ષિત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ પોલીસ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે।


આ પણ વાંચો : ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને કર્યો આપઘાત, સરકારી બેડામાં મચ્યો ખળભળાટ

આ પણ વાંચો : સુરતમાં નવપરિણીત દંપતીનો આપઘાત

આ પણ વાંચો : અમદવાદમાં વાડજમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત