Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રિસોર્ટ પોલિટિક્સ, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યાં છે ત્યાં તો રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. રાજકોટ કોંગ્રેસે ભાજપના દબાણની વ્યૂહરચનાઓથી બચવા અને બેઠકો બિનહરીફ થતી બચાવવા તેના ઉમેદવારોને અજ્ઞાત સ્થલે ખસેડ્યા છે. આવા ઘણા બધા ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યાં છે ત્યાં તો રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. રાજકોટ કોંગ્રેસે ભાજપના દબાણની વ્યૂહરચનાઓથી બચવા અને બેઠકો બિનહરીફ થતી બચાવવા તેના ઉમેદવારોને અજ્ઞાત સ્થલે ખસેડ્યા છે. આવા ઘણા બધા ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

કોંગ્રેસના અગ્રણી મહિલા ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે કે અમારા ચારથી પાંચ ઉમેદવારોને ધમકી ભર્યા ફોન મળ્યા છે. તેના પછી અમને લાગ્યું કે આ પ્રકારના ફોનનો સિલસિલો શરૂ થશે ત્યારે 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. શાસક પક્ષની ધમકીથી બચાવવા માટે વિપક્ષે આ પગલું લેવું પડ્યું છે.

આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આયારામ-ગયારામના રાજકારણમાં પોતાના જ પક્ષના ઉમેદવારોનો ખેલ પડતો ટાળવા માટે કોંગ્રેસે આ પ્રકારનું પગલું લીધું છે. કોંગ્રેસના આ પગલાંથી તે પોતે જ હાસ્યાસ્પદ બન્યું છે. કેટલાય લોકોનું કહેવું છે કે કોંગ્રેસ આવું વિધાનસભાની ચૂંટણીમાં તો કરતું જ હતુ, પરંતુ હવે તો તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આવું થવા લાગ્યું છે.

ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસને શું તેમના ઉમેદવારોની ક્ષમતા પર વિશ્વાસ નથી. કોંગ્રેસના ઉમેદવારો ખરેખર એટલા પાંગળા છે કે ફોન પર આવતી ધમકીથી ડરી જાય. તેના ઉમેદવારો રૂપિયાથી ખરીદાય જાય તેવો ડર તેને લાગી રહ્યો છે. આમ કોંગ્રેસને તેના જ ઉમેદવાર પર વિશ્વાસ નથી. જો ખરેખર આવું હોય તો તેણે મજબૂત ઉમેદવારો શોધવા જોઈએ, જો તેની પાસે મજબૂત ઉમેદવારો ન હોય તો તે પણ અમે તેને પૂરા પાડીશું.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર