Gujarat Local Body Election 2026/ નવસારીમાં કોંગ્રેસના 35 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છેત્યારે વિપક્ષ કોંગ્રેસે નવસારીમાં તેના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે અજ્ઞાત સ્થળે ખસેડયા છે.

Top Stories Gujarat Surat Breaking News

Navsari News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં 2021માં નીલેશ કુંભાણી વખતનું પુનરાવર્તન ટાળવા માટે તેના 35 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. નવસારી કોંગ્રેસના 35 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નવસારીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવું પહેલી વખત જ બન્યું છે. ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે હેતુથી બહાર લઈ જવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં કુલ 42 બેઠકો બિનહરીફ થતાં રાજકારણ ગરમાયું છે.

આમ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ન તોડે તે માટે અજ્ઞાત સ્થળે તેમને લઈ જવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ વેગ પકડી શકે છે. કોંગ્રેસ ભૂતકાળનું પુનરાવર્તન કરવા માંગતી નથી, જ્યારે ભાજપને આ જ મુદ્દા પર કોંગ્રેસની ફિરકી લેવાની તક મળી ગઈ છે. કોંગ્રેસને ચૂંટણી પહેલા જ ઉમેદવારો તૂટી જાય અને ભાજપ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવે તેવો ડર લાગ્યો છે.

આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આયારામ-ગયારામના રાજકારણમાં પોતાના જ પક્ષના ઉમેદવારોનો ખેલ પડતો ટાળવા માટે કોંગ્રેસે આ પ્રકારનું પગલું લીધું છે. કોંગ્રેસના આ પગલાંથી તે પોતે જ હાસ્યાસ્પદ બન્યું છે. કેટલાય લોકોનું કહેવું છે કે કોંગ્રેસ આવું વિધાનસભાની ચૂંટણીમાં તો કરતું જ હતુ, પરંતુ હવે તો તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આવું થવા લાગ્યું છે.

ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસને શું તેમના ઉમેદવારોની ક્ષમતા પર વિશ્વાસ નથી. કોંગ્રેસના ઉમેદવારો ખરેખર એટલા પાંગળા છે કે ફોન પર આવતી ધમકીથી ડરી જાય. તેના ઉમેદવારો રૂપિયાથી ખરીદાય જાય તેવો ડર તેને લાગી રહ્યો છે. આમ કોંગ્રેસને તેના જ ઉમેદવાર પર વિશ્વાસ નથી. જો ખરેખર આવું હોય તો તેણે મજબૂત ઉમેદવારો શોધવા જોઈએ, જો તેની પાસે મજબૂત ઉમેદવારો ન હોય તો તે પણ અમે તેને પૂરા પાડીશું.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર