નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે થર્ડ પાર્ટી વીમો ફરજીયાત કરવામાં આવે. જેથી સડક અકસ્માતના પીડિતોને વળતર મળી શકે. સાથે જ વીમા કંપનીઓએ આને વ્યવસાયિક હિતના બદલે માનવીય નજરથી જોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે સડક સુરક્ષા માટે એક કમિટીની ભલામણોનો ઉલ્લેખ કરતા કહ્યું.

કોર્ટે કહ્યું કે ભારતમાં સડક દુર્ઘટનાઓમાં દર વર્ષે એક લાખ લોકોના મૃત્યુ થાય છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે એસ રાધાકૃષ્ણનની અધ્યક્ષતા વાળી કમિટીએ આ ભલામણ કરી છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના વેચાણ સમયે થર્ડ પાર્ટી વીમો એક વર્ષના બદલે ક્રમશ: પાંચ વર્ષ અને ત્રણ વર્ષ માટે ફરજીયાત કરવામાં આવે.

કમિટીએ રિપોર્ટમાં કહ્યું કે દેશની સડકો પર ચાલતા 18 કરોડ વાહનોમાં ફક્ત છ કરોડ પાસે જ થર્ડ પાર્ટી વીમો છે. સડક અકસ્માતના પીડિતો અથવા મૃતકોને વળતર નથી મળતું કારણ કે થર્ડ પાર્ટી કવર નથી હોતું. પીઠે કહ્યું કે થર્ડ પાર્ટી વીમો ફોર વ્હીલર વાહનો માટે ત્રણ વર્ષની અવધિ માટે અને ટુ વ્હીલર વાહનો માટે પાંચ વર્ષ માટે ફરજીયાત હોવો જોઈએ. ન્યાયાલયે કહ્યું કે થર્ડ પાર્ટી વિમા ને ફરજીયાત કરવો પડશે.

પીઠે કહ્યું કે આના પર માનવીય નજરથી જોવામાં આવે, નહિ કે વ્યવસાયિક હિતોના દ્રષ્ટિકોણ થી. આને બે-ત્રણ અઠવાડિયાના સમયમાં કરી દેવું પડશે. ભારતના એ લોકોને જુવો જે સડક દુર્ઘટનામાં મરી રહ્યા છે. લોકોને વળતર નથી મળી રહ્યું કારણ કે વીમા કંપનીઓ સમય લગાવી રહી છે. આપ આ કામ ચાર અઠવાડિયાની અંદર કરો, આપ આઠ મહિના ના લઇ શકો. સુપ્રીમ કોર્ટે ઈરડાને આ મુદ્દે એક સપ્ટેમ્બર પહેલા ફેંસલો લેવાનું કહ્યું છે.
