Not Set/ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને લાગ્યો ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટથી બહાર

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ વિશ્વકપ શરૂ થાય તે પહેલા સખત મહેનત કરી રહ્યા છે. તેમની બેટીંગથી લઇને બોલીંગને વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે. પરંતુ આ વખતે ઇગ્લેન્ડમાં 30 મે થી શરૂ થઇ રહેલા વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. તેનો એક તોફાની બોલર જાએ રિચર્ડસન ખભામાં લાગેલી મારને કારણે આઇસીસી વન-ડે વર્લ્ડકપથી […]

Top Stories Sports

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ વિશ્વકપ શરૂ થાય તે પહેલા સખત મહેનત કરી રહ્યા છે. તેમની બેટીંગથી લઇને બોલીંગને વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે. પરંતુ આ વખતે ઇગ્લેન્ડમાં 30 મે થી શરૂ થઇ રહેલા વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. તેનો એક તોફાની બોલર જાએ રિચર્ડસન ખભામાં લાગેલી મારને કારણે આઇસીસી વન-ડે વર્લ્ડકપથી બહાર થઇ ગયો છે.

પાકિસ્તાન વિરુદ્ધ શારઝાહમાં બીજી વન-ડે માં ફીલ્ડીંગ કરતા સમયે જાએ રિચર્ડસનનાં જમણા ખભામાં ઈજા થઇ હતી. આપને જણાવી દઇએ કે, વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમનાં આ ખિલાડીની ગતિ અને સ્વિંગને જોતા એક સારો વિકલ્પ તરીકે જોઇ રહ્યુ હતુ. પરંતુ હવે તેના ઈજા થવાના કારણે વિશ્વકપથી બહાર કરી દેવામાં આવ્યો છે. જાએ રિચર્ડશને અત્યાર સુધીમાં માત્ર 12 વન-ડેમાં 26 વિકેટ વિખરી દીધી છે. હવે ઓસ્ટ્રેલિયાએ જાએ રિચર્ડસનની જગ્યાએ કેન રિચર્ડસનને ટીમમાં જગ્યા આપી છે.