પશ્ચિમ બંગાળમાં આઈએસએફ સાથે કોંગ્રેસના ગઠબંધન બાદ સતત વિખવાદ ચાલી રહ્યા છે. જ અંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે તે કોંગ્રેસનું ગઠબંધન નહીં પણ ઠગબંધન છે. સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સાથી પક્ષ પર નિર્ભર છે.
‘કોંગ્રેસ પાર્ટી ગઠબંધન પર નિર્ભર છે’
કોંગ્રેસ પક્ષમાં સતત વિખ્વાદને ધ્યાનમાં રાખીને સંબિત પાત્રાએ કહ્યું કે આજે કોંગ્રેસ તેની સુસંગતતા જાળવવા માટે મહાગઠબંધન પર નિર્ભર છે. બંગાળમાં રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પાર્ટી ગઠબંધન કરી રહી છે. સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા રચાયેલા તમામ જોડાણો કોઈ સારા પ્રદર્શન, સારા સુધારા અથવા સુશાસન માટે કરવામાં આવ્યા નથી. આ જોડાણો ફક્ત કોઈક રીતે ગાંધી પરિવારની રાજકીય સુસંગતતા જાળવવા માટે કરવામાં આવ્યા છે.
સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પોતાને બિનસાંપ્રદાયિક ગણાવે છે, તે જ કોંગ્રેસ બંગાળમાં એઆઈએસએફ સાથે ગઠબંધન કર્યું છે. કેરળમાં મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કર્યું છે તો જમાત-એ-ઇસ્લામી સાથે પણ જોડાણ કર્યું છે. આસામમાં બદરૂદ્દીન અજમલની પાર્ટી સાથે પણ ગઠબંધનમાં છે.
‘કોંગ્રેસ માત્ર પરિવારનો પક્ષ છે‘
સંબિત પાત્રાએ કહ્યું કે એકવાર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હા આપણે મુસ્લિમોની પાર્ટી છીએ, આ સમાચાર એક મોટા અખબાર દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, પરંતુ તે મુસ્લિમોનો પણ પક્ષ નથી, તે ફક્ત પારિવારિક પક્ષ છે.
