Not Set/ ભ્રષ્ટાચાર સામેની લડત માટે PM મોદીને મળ્યો ૨૦૧૮નો સોલ પીસ એવોર્ડ, બન્યા પ્રથમ ભારતીય

નવી દિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૧૮નો સોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ભારતીય અને ગ્લોબલ અર્થવ્યવસ્થાના વિકાસમાં તેઓના યોગદાનને કારણે તેઓને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સોલ પીસ પ્રાઈઝ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા બુધવારે આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે જ સોલ શાંતિ પુરસ્કાર મેળવનાર પીએમ મોદી પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા છે. […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૧૮નો સોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ભારતીય અને ગ્લોબલ અર્થવ્યવસ્થાના વિકાસમાં તેઓના યોગદાનને કારણે તેઓને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

સોલ પીસ પ્રાઈઝ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા બુધવારે આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે જ સોલ શાંતિ પુરસ્કાર મેળવનાર પીએમ મોદી પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા છે.

દક્ષિણ કોરિયાનો આ ખાસ એવોર્ડ મેળવનારાઓમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના પૂર્વ મહાસચિવ કોફી અન્નાન અને બાન-કી-મૂન પણ શામેલ છે.

આ કારણે પીએમ મોદીને મળ્યું આ ખાસ સન્માન

national-curruption fight seoul-peace-prize-committee-awarded-pm-narendra-modi-the-2018-seoul-peace-prize

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ખાસ સન્માન ભારત અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં વિકાસ દ્વારા અમીર અને ગરીબ વચ્ચેની આર્થિક અસમાનતાઓ દૂર કરવા, ભ્રષ્ટાચાર સામેની લડત, સામાજિક એકીકરણ દ્વારા લોકતંત્રના વિકાસ માટે કરેલા કાર્યો બદલ આપવામાં આવ્યો છે.

સોલ પીસ એવોર્ડ સાથે પીએમ મોદીને મળશે ૨ લાખ ડોલરની ધનરાશિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોલ શાંતિ પુરસ્કારની સાથે ૨ લાખ ડોલર એટલે કે અંદાજે ૧.૪૬ કરોડ રૂપિયાની ધનરાશિ પ્રદાન કરવામાં આવશે.

દુનિયાભરના ૧૦૦થી વધુ ઉમેદવારો વચ્ચે હતી ટક્કર

national-curruption fight seoul-peace-prize-committee-awarded-pm-narendra-modi-the-2018-seoul-peace-prize

સોલ પીસ પ્રાઈઝ એવોર્ડ સિલેકશન કમિટીના અધ્યક્ષ ચો ચુંગ હોએ જણાવ્યું હતું કે, “૧૨ સભ્યોની કમિટી દ્વારા દુનિયાભરના ૧૦૦થી વધુ ઉમેદવારોમાંથી ભારતના પ્રધાનમંત્રી મોદીની પસંદગી કરવામાં આવી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “સોલ પીસ એવોર્ડ માટે દુનિયાભરના અંદાજે ૧૦૦ જેટલા વચ્ચે ટક્કર હતી, જેમાં પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ, રાજનેતાઓ, કારોબારીઓ, ધાર્મિક નેતાઓ, પત્રકાર, કલાકારો, એથ્લીટ તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠન શામેલ હતા, પરંતુ કમિટી દ્વારા ભારતના પીએમ નરેન્દ્ર મોદીનું નામ આ એવોર્ડ માટે પસંદ કરાયું છે. તેઓ આ એવોર્ડ મેળવનારા ૧૪માં વ્યક્તિ છે”.