Rajkot News/ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજના કામમાં બેદરકારી સામે મનપાની મોટી કાર્યવાહી, બે ઈજનેર સસ્પેન્ડ; બે અધિકારીને નોટિસ

રાજકોટના નવા રિંગરોડ પર કટારિયા ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજ (Rajkot Under Construction Bridge )ના કામમાં બેદરકારી સામે મનપાની કડક કાર્યવાહી. બે ઈજનેર સસ્પેન્ડ, બે અધિકારીઓને કારણદર્શક નોટિસ અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Under Construction Bridge: નવા રિંગરોડના બ્રિજમાં ક્ષતિઓ સામે કડક કાર્યવાહી, બે ઈજનેર પર સસ્પેન્શનની તલવાર

Rajkot News: રાજકોટ શહેરમાં નવા રિંગરોડ પર બની રહેલા બ્રિજ (Rajkot Under Construction Bridge )ના કામમાં ક્ષતિ અને બેદરકારી સામે રાજકોટ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. કટારિયા ચોકડી પાસે ચાલી રહેલા બ્રિજના કામમાં ગંભીર ખામીઓ સામે આવતા બે ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે જવાબદારી નક્કી કરવા માટે ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

Rajkot Under Construction Bridge : નવા રિંગરોડ પર ત્રણ નાના બ્રિજનું કામ

નવા રિંગરોડ પર કટારિયા ચોકડી નજીક અલગ-અલગ ત્રણ નાના બ્રિજ (Rajkot Under Construction Bridge )નું નિર્માણ ચાલી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જોકે, કામગીરી દરમિયાન બેદરકારી અને વિવિધ પ્રકારની ક્ષતિઓ સામે આવતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજના બાંધકામમાં અયોગ્ય એલાઇનમેન્ટ, ગુણવત્તા અંગેની ખામીઓ અને કામગીરીમાં થયેલા વિલંબ સહિતની બાબતો ધ્યાનમાં આવી હોવાનું સામે આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો

બ્રિજની કામગીરીની તપાસ બાદ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે બ્રિજ (Rajkot Under Construction Bridge )ના બાંધકામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે બેદરકારી સ્વીકારવામાં આવશે નહીં. આ કાર્યવાહી અંતર્ગત નાયબ ઈજનેર વી.સી. કારીયા અને આસીસ્ટન્ટ ઈજનેર વિશાલ વાગડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને કારણદર્શક નોટિસ

બે ઈજનેરો સામે સસ્પેન્શનની કાર્યવાહી ઉપરાંત સમગ્ર કામગીરીની દેખરેખની જવાબદારી સાથે જોડાયેલા અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીઓ પાસેથી કામગીરીમાં સામે આવેલી ક્ષતિઓ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.

કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી

બ્રિજ (Rajkot Under Construction Bridge )ના નિર્માણનું કામ કરતી બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ આપવામાં આવી છે. કામગીરીમાં ખામીઓ અને વિલંબ સહિતના મુદ્દે કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલાની બારીકાઈથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સસ્પેન્ડ કરાયેલા બંને ઈજનેરો સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે.

સ્થળ મુલાકાત બાદ સામે આવી ક્ષતિ

મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ અગાઉ રૂબરૂ સ્થળ મુલાકાત લઈને બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બાંધકામની કામગીરીમાં કેટલીક ક્ષતિઓ સામે આવી હતી. ત્યારબાદ આજે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા હવે બ્રિજ (Rajkot Under Construction Bridge )ના બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર વધુ સઘન દેખરેખ રાખવામાં આવશે. તપાસમાં જો વધુ બેદરકારી કે ક્ષતિ સામે આવશે તો જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો:યુપીમાં નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી, અનેક મજૂરો કાટમાળ નીચે દબાયાની આશંકા

આ પણ વાંચો:રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી, ગુણવત્તા પર ઉઠ્યા સવાલો

આ પણ વાંચો:વલસાડમાં ફરી એકવાર ધરાશાયી થયો નિર્માણાધીન બ્રિજ, 4 મજૂરો દટાયા