Not Set/ ગોંડલ: પ્રતિમા પર અપશબ્દોવાળા પોસ્ટરો લગાવતા બે શખ્સોને ટોળાએ ફટકાર્યા

ગોંડલ ગોંડલ અને ઘોઘાવદરમાં વિવિધ જગ્યાએ પોલીસ વિરૂદ્ધ પોસ્ટર લગાવા મામલે સરકારી હોસ્પિટલ ચોકમાં આવેલા માંધાતા સર્કલ પર બે યુવકોની જાહેરમાં સરભરા કરવામાં આવી. માંધાતા ગ્રૂપના સભ્યોએ યુવકોને પકડી અર્ધનગ્ન કરી જાહેરમાં સરભરા કરી હતી. અર્ઘનગ્ન હાલતમાં બન્ને યુવકોને પોલીસ મથક પર લઇ જવામાં આવ્યા હતા અને પોલીસને સોપવામાં સોપવામાં આવ્યા હતા. સરભરામાં મારને કારણે […]

Top Stories Gujarat Trending

ગોંડલ

ગોંડલ અને ઘોઘાવદરમાં વિવિધ જગ્યાએ પોલીસ વિરૂદ્ધ પોસ્ટર લગાવા મામલે સરકારી હોસ્પિટલ ચોકમાં આવેલા માંધાતા સર્કલ પર બે યુવકોની જાહેરમાં સરભરા કરવામાં આવી. માંધાતા ગ્રૂપના સભ્યોએ યુવકોને પકડી અર્ધનગ્ન કરી જાહેરમાં સરભરા કરી હતી.

અર્ઘનગ્ન હાલતમાં બન્ને યુવકોને પોલીસ મથક પર લઇ જવામાં આવ્યા હતા અને પોલીસને સોપવામાં સોપવામાં આવ્યા હતા. સરભરામાં મારને કારણે બન્ને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ શહેરના ભગવતપરા ખાતે સરકારી દવાખાના સામે આવેલ ચોકમાં કોડી સમાજ દ્વારા માંધાતાની પ્રતિમા મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાના સ્ટેન્ડ પર ગુરુવાર સુવારે કોડી સમાજના જ રણજીત ગિરધરભાઈ મકવાણા અને દિલીપ ગોરધનભાઈ બાવળિયા દ્વારા અપશબ્દો લખેલા પોસ્ટર્સ લગાવતા બબાલ મચી ગઈ હતી.

ઉલ્લખનિય છે કે કાયદાને હાથમા લઇને કાયદાનો ભંગ કરવો ગુનો છે ત્યારે પોલીસ સામેના વિરોધમાં માંધાતા ગૃપના સભ્યોએ જ કાયદાનો ભંગ કરી યુવકોની જાહેરમાં સરભરા કરી હતી.  યુવાનો દ્વારા સ્ટીકર લગાવવા સ્થળોની પસંદગી ખોટી કરી હતી અને મેથીપાક ખાવાનો વારો આવ્યો હતો.